સુપ્રીમ કોર્ટ આજે દિલ્હીનાં શાહીન બાગથી નાગરિકતા સુધારો અધિનિયમ (સીએએ) વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરી રહેલા પ્રદર્શનકારીઓને હટાવવા માટે કેન્દ્ર અને અન્યનાં નિર્દેશની માંગ કરનાર અરજીઓ પર સુનાવણી કરશે. શાહીન બાગમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓને હટાવવા કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી.
જણાવી દઇએ કે ડિસેમ્બરથી દિલ્હીનાં શાહીન બાગમાં વિરોધ ચાલી રહ્યો છે, લોકો નાગરિકતા સુધારો અધિનિયમ પાછો ખેંચવાની માંગ કરી રહ્યા છે. શાહીન બાગ પરની છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે કોઈ જાહેર સ્થળ અનંતકાળ સુધી પ્રદર્શન માટે રાખી શકાય નહીં. જોકે, તે સમયે રસ્તો ખાલી કરવાનો કોઈ આદેશ આપવામાં આવ્યો ન હતો. કેસની આગામી સુનાવણી માટે 17 જાન્યુઆરીનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.
Supreme Court to hear today petitions seeking directions to the Centre and others for removal of Citizenship Amendment Act (CAA) protesters from Delhi's Shaheen Bagh. pic.twitter.com/MDYfqhvxU0
— ANI (@ANI) February 17, 2020
ત્યારબાદ જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ કે.એમ. જોસેફની ખંડપીઠે કહ્યું હતું કે, એક કાયદો છે અને લોકોને તેની સામે ફરિયાદો છે. આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમ છતા, કેટલાક લોકો પ્રદર્શન કરી રહ્યા છે. તેમને કરવાનો અધિકાર છે પરંતુ તમે તેના માટે રસ્તાઓ અવરોધિત કરી શકો નહી. આવા ક્ષેત્રમાં અનિશ્ચિત સમય સુધી પ્રદર્શન થઇ શકે નહીં. જો તમે પ્રદર્શન કરવા માંગતા હોવ તો તે પ્રદર્શન માટે નિયુક્ત સ્થાન પર હોવું આવશ્યક છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શાહીન બાગમાં લાંબા સમયથી વિરોધ થઈ રહ્યો છે પરંતુ તે અન્યને અસુવિધા પેદા કરી શકે નહીં. આ સાથે ખંડપીઠે કહ્યું કે, તે બીજી બાજુ સુનાવણી કર્યા વિના કોઈ સૂચના જારી કરશે નહીં. કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 17 ફેબ્રુઆરીનાં રોજ મુલતવી રાખી હતી. જણાવી દઇએ કે, CAA નાં વિરોધમાં શાહીન બાગમાં ડિસેમ્બર 2019 થી હજારો લોકો શાહીન બાગનાં રોડ નંબર 13 એ (મથુરા રોડથી કાલિંડી કુંજ) પર બેઠા છે. આ મુખ્ય માર્ગ દિલ્હીને નોયડા, ફરીદાબાદ સાથે જોડે છે અને લાખો લોકો આ માર્ગનો રોજ ઉપયોગ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
