આપણે ઘણા એવા કિસ્સાઓ જોયા હશે જેમાં લોકો અજીબ અજીબ હરકતો કરતાં હોય છે.પણ શું તમે એવા લોકો જોયા છે જે શૌચાલય તરફ જવા માટે અજીબ પેતરાઓનો ઉપયોગ કરતાં હોય. જી હા, આવો જ એક ટ્રેનમાં મુસાફરી કરતાં વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે, જે ઔરંગાબાદથી મુંબઈ તરફ જઈ રહ્યો હતો.
ભારતમાં ટ્રેનમાં મુસાફરી કરનારા મોટા ભાગના ભીડમાં મુસાફરી કરવા માટે ટેવાયેલા હોય છે,ખાસ કરીને જનલર ડબ્બાઓમાં અને એ પણ વેકેસનની રજાઓની મોસમમાં જ્યારે ટ્રેનમાં ભારે ભીડનો અનુભવ થતો હોય છે. ત્યારે તેમા પણ મુસાફરો કાઈકને કાઈક હરકતો કરતાં હોય છે આવો જ એક વીડિયો 6 મેના રોજ દેવગિરી એક્સપ્રેસમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.જેમાં એક વ્યક્તિએ ભીડભાડવાળા ટ્રેનના ડબ્બાના બર્થમાંથી પસાર થઈને વૉશરૂમ સુધી પહોંચવા માટે કાઈક આવું કરવું પડ્યું. આ વીડિયોને અભિજીત દિપક નામના વ્યક્તિએ ટ્વિટર પર શેર કર્યો હતો,અને તેને આ વીડિયો પર 1 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે.
Got this video from my cousin who was travelling in Railway.
Here is his friend trying to make his way to the toilet. @RailMinIndia, thank you for transforming train journey into an adventure sport. pic.twitter.com/3fuHdXWS2A
— Abhijeet Dipke (@abhijeet_dipke) June 18, 2023
વીડિયોમાં દેખાતો માણસ અભિજીતનો પિતરાઈ ભાઈ છે,જે 6 મેના રોજ ઔરંગાબાદથી મુંબઈ જઈ રહ્યો હતો અને તેનો વીડિયો તેના એક મિત્રએ રેકોર્ડ કર્યો હતો. આપને જણાવી દઈએ આ વીડિયો રાત્રે 2 વાગ્યે શૂટ કરવામાં આવ્યો હતો. તે ઘડીએ પણ ડબ્બો ફ્લોર પર બેઠેલા મુસાફરોથી ભરેલો હતો.જેથી આ વ્યક્તિ કાઈક આવી રીતે શૌચાલયમાં જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.જેના વાયરલ વીડિયોના કેપ્શનમાં કાઈક આવું લખેલું પણ જોવા મળ્યું હતું, ટ્રેનની મુસાફરીને સાહસિક રમતમાં પરિવર્તિત કરવા બદલ તમારો આભાર.
આ પણ વાંચો:સોશિયલ મીડિયા પર યુવકનો અનેક સાપને Kiss કરતો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો:યુવકે પાણીમાં નહીં, કોલ્ડ ડ્રિંકમાં બનાવી મેગી, જોઈને લોકોએ કહ્યું કે….
આ પણ વાંચો:આધાર લિંક કરાવવા બેંકમાં ગઈ હતી મહિલા, અચાનક વાળ ખુલ્લા કરીને કરવા લાગી ડાન્સ
આ પણ વાંચો:કૈસા યે ઇશ્ક હૈ, ગજબ કા રિસ્ક હૈ! દિલ્હીના રસ્તા પર આ રીતે રોમાન્સ કરતા જોવા મળ્યું કપલ
