Not Set/ નવરાત્રીમાં શ્રધ્ધાળુઓને કોઈ તકલીફ ન પડવી જોઈએ : નીલકંઠ તિવારી

વારાણસી રાજ્યમંત્રી ડો.નીલકંઠ તિવારીએ નવરાત્રીની તૈયારી માટે મદ્દેનજર શહેરના દુર્ગા મંદિરના આસપાસના વિસ્તારમાં  સાફ-સફાઈ કરવાના આદેશ આપ્યા છે. તેમણે આદેશ આપ્યા છે કે મંદિરે આવનારા કોઈ શ્રદ્ધાળુઓને તકલીફ ન થવી જોઈએ. રાજ્યમંત્રીએ રવિવારે રાત્રે નવ દેવીના મંદિર સહિત આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે બાગેશ્વરી મંદિર જતા રસ્તામાં આવતી માંસ-મરછીની દુકાન પર ચટાઈ રાખવા માટે […]

India Trending

વારાણસી

રાજ્યમંત્રી ડો.નીલકંઠ તિવારીએ નવરાત્રીની તૈયારી માટે મદ્દેનજર શહેરના દુર્ગા મંદિરના આસપાસના વિસ્તારમાં  સાફ-સફાઈ કરવાના આદેશ આપ્યા છે. તેમણે આદેશ આપ્યા છે કે મંદિરે આવનારા કોઈ શ્રદ્ધાળુઓને તકલીફ ન થવી જોઈએ.

રાજ્યમંત્રીએ રવિવારે રાત્રે નવ દેવીના મંદિર સહિત આસપાસના વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે બાગેશ્વરી મંદિર જતા રસ્તામાં આવતી માંસ-મરછીની દુકાન પર ચટાઈ રાખવા માટે કહ્યું હતું. મંદિર પર જે ઈલેક્ટ્રીક ડેકોરેશન કરવામાં આવે છે તેમાં પણ વીજળીના તાર ખુલ્લા ન રાખવા માટે આદેશ આપ્યા હતા. જૈતપુરામાં આવેલું બાગેશ્વરી દેવીના મંદિરમાં રાતોરાત સફાઈ કરવાનું કહ્યું હતું.

આ નિરક્ષણ દરમ્યાન શહેરના ઉત્તરાધિકારી રવીન્દ્ર જયસ્વાલ, ડીએમ સુરેન્દ્ર સિંહ અને એસએસપી આનંદ સહિત બીજા વિભાગના ઓફિસર પણ હાજર રહ્યા હતા.