મુંબઈ
ફિલ્મ ‘મણિકર્ણીકા’માં રાની લક્ષ્મીબાઈની ભૂમિકા ભજવી રહેલ એક્ટ્રેસ કંગના રનૌત અવારનવાર ચર્ચામાં છવાયેલી રહે છે ક્યારે તેની ફિલ્મને લઈને તો ક્યારે કોઈ સ્ટાર્સ સાથે ઝગડાને લઈને અને હવે કંગના એક્ટ્રેસ સોનમ કપૂરના કારણે ચર્ચામાં આવી છે. જણાવીએ કે તાજેતરમાં ફિલ્મમેકર વિકાસ બહલ પર ફેન્ટમ ફિલ્મ્સની એક ક્રુ મેમ્બરે શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે.
કંગના, વિકાસ બહલના સાથે ‘ક્વીન’માં કામ કરી ચૂકેલ છે. કંગનાએ આખા મામલા પર તેનો પક્ષ રાખ્યો અને વિકાસના વિશે ઘણું બધું કહ્યું.
અહીં જાણો સોનમ કપૂરે શું કહ્યું હતું?
કંગનાના નિવેદન પછી સોનમ કપૂરે પણ તેના વિચાર વ્યક્ત કર્યા. તાજેતરમાં સોનમ સાથે જયારે એક ઇવેન્ટમાં કંગના દ્રારા લગાવેલા આરોપ વિશે પૂછવામાં આવ્યું તો સૌથી પહેલા આ ઘટના પોતે જણાવી અને પછી દરેક વખતે કંગના પર ભરોસો કરવો તે સારું નથી.
અહીં જાણો કંગનાએ જવાબમાં શું કહ્યું?
સોનમ કપૂરની આ વાતથી કંગનાને ખરાબ લાગ્યું અને તરત જ કંગનાએ પણ સ્ટેટમેંટ જાહેર કરી દીધું. જેમાં તેને લખ્યું કે સોનમને આ હક કોને આપ્યો કે એ મને જજ કરે. સોનમના પાસે શું આ વાતનું લાઇસન્સ છે કે તેને કંઈ મહિલા પર ભરોસો કરવો અને કોના પર નહીં. મારા આરોપ પર તે કઈ રીતે સવાલ કરી શકે છે. મે મારા દેશને ઘણીવાર અંતરરાષ્ટ્રીય સ્ટેજ પ્રેજેન્ત કર્યા છે. હું મારા પિતાના કારણે નથી ઓળખાતી પરંતુ મારી વર્ષોની મહેનતના કારણે મારી જગ્યા જાણે બનાવી છે. સોનમ નાતો સારી એક્ટ્રેસના રીતે જોવામાં આવે છે નાતો સારા વ્યક્તિત્વ માટે. આ ફિલ્મી લોકોની કોણ હક આપે છે મારી મજાક ઉડાવવાની.
કંગનાએ તેના નિવેદનમાં માત્ર સોનમ જ નહીં પરંતુ તેના પરિવારનો પણ ઉલ્લેખ ક્ર્ય્પો છે. કંગના દ્રારા આપવામાં આવેલ આ નિવેદન પછી એ જોવાનું રસપ્રદ છે કે સોનમ કપૂર આ વિશે શું જવાબ આપે છે.
અહીં જાણો આ મામલા વિશે…
આપને જણાવી દઈએ કે આ ઘટના વર્ષ 2015માં બની હતી ફેન્ટમની ફિલ્મ ‘બોમ્બે વેલવેટ’ના પ્રમોશન ટુરના દરમિયાનનું છે. ફિલ્મના ક્રુમાં શામિલ એક મહિલાએ હફિંગટન પોસ્ટના સાથે ઈન્ટરવ્યુમાં વિકાસ પર છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાનું કહેવું હતું કે આ વિશે ફરિયાદ ફેન્ટમ ફિલ્મ્સના અનુરાગ કશ્યપથી પણ કરી હતી. પરંતુ આખી ઘટના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે મામલો સામે આવ્યા પછી અનુરાગે તેના વર્તન માટે માફી માંગી હતી.
આ મામલે એક્ટ્રેસ કંગનાએ પણ પીડિતાનું સમર્થન કર્યું છે. કંગનાના નિર્દેશક વિકાસ બહલના સાથે ફિલ્મ ‘ક્વીન’માં કામ કર્યું હતું. વિકાસ બહલ, હૃતિક રોશનના સાથે ફિલ્મ સુપર 30 લઈને આવી રહ્યા છે. હૃતિક રોશનની આ ફિલ્મ કંગનાની ફિલ્મ ‘મણિકર્ણીકા’ની સાથે જ રિલીઝ થશે.
