દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જના નાયગન’ (Jana Nayagan) રિલીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સેન્સર બોર્ડની લીલી ઝંડી મળ્યા બાદ આ મેગા બજેટ ફિલ્મ આગામી ગુરુવારે, ૨૩ જુલાઈના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. વિજયની એક્ટિંગ કરિયરની આ છેલ્લી ફિલ્મ હોવાથી ફેન્સમાં અદભુત ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેના પરિણામે એડવાન્સ બુકિંગ વિન્ડો પર ટિકિટો હાથોહાથ વેચાઈ રહી છે.
ઓનલાઈન લીક છતાં ક્રેઝ અકબંધ: તમિલનાડુ અને કેરળમાં પ્રચંડ પ્રતિસાદ
રિલીઝના કેટલાક મહિનાઓ પહેલાં ફિલ્મ ઓનલાઈન લીક થવા છતાં પણ વિજયના ચાહકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો આવ્યો નથી. તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ‘જના નાયગન’ ના શોઝ હાઉસફુલ થઈ રહ્યા છે. તમિલ વર્ઝનમાં અત્યાર સુધીમાં ૨.૬૭ લાખથી વધુ ટિકિટોનું પ્રી-સેલ થઈ ચૂક્યું છે. જોકે, તેલુગુ અને હિન્દી બેલ્ટમાં એડવાન્સ બુકિંગનો રિસ્પોન્સ હાલમાં મધ્યમ જોવા મળી રહ્યો છે.
પ્રથમ દિવસના એડવાન્સ બુકિંગમાં 10 કરોડથી વધુની કમાણી
બોક્સ ઓફિસ ટ્રેકર સેકનિલ્ક (Sacnilk) ના તાજેતરના આંકડા મુજબ, બ્લોક સીટો વગર ફિલ્મે રૂ. 6.89 કરોડનો બિઝનેસ કરી લીધો છે, જ્યારે બ્લોક સીટો સાથે આ આંકડો રૂ. 10.48 કરોડ સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે રિલીઝના બાકીના દિવસોમાં આ પ્રી-સેલ્સનો આંકડો રૂ. 15 કરોડને વટાવી જાય તેવી પ્રબળ શક્યતા છે.
વર્ષ 2026 ના કમાણીના રેકોર્ડ્સ ધ્વસ્ત
રૂ. 10.48 કરોડના પ્રી-સેલ કલેક્શન સાથે ‘જના નાયગન’ એ ‘કરુપ્પુ’ (રૂ. 4.8 કરોડ) નો રેકોર્ડ તોડીને વર્ષ 2026ની તમિલ સિનેમાની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ફિલ્મ બની ગઈ છે. આ ઉપરાંત તેણે વૈશ્વિક સ્તરે ‘ધ ઓડિસી’ અને ‘ઉસ્તાદ ભગત સિંહ’ જેવી મોટી ફિલ્મોને પણ પાછળ છોડીને 2026 ની ટોપ-6 હાઈએસ્ટ પ્રી-સેલ ફિલ્મોની યાદીમાં સ્થાન બનાવી લીધું છે.
આ પણ વાંચો :‘રામાયણ 1’ ના ટ્રેલર પહેલાં જ પ્રિવ્યુ ફૂટેજ લીક: વાયરલ થયેલી ક્લિપ પર મેકર્સના કડક કાનૂની પગલાં
આ પણ વાંચો :અરિજિત સિંહની નિવૃત્તિનો અંત: ‘આવારાપન ૨’ માટે ગાયું નવું ગીત, આ તારીખે થશે રિલીઝ
આ પણ વાંચો :સલમાન ખાનનો નવો લુક જોઈ ફેન્સ ચિંતામાં:થાકેલા દેખાતા ભાઈજાનનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
