Rajkot News/ ખોડલધામમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને લેઉવા પટેલ સમાજનું સ્નેહમિલન

રાજકોટ (Rajkot) માં શ્રી ખોડલધામ મંદિરે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા સંસ્થાના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને લેઉવા પટેલ સમાજના અધિકારીઓ/કર્મચારીઓનો સ્નેહમિલન સમારોહ યોજાયો

Gujarat Trending
Rajkot

Rajkot News: શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને તાજેતરમાં સરકારી નોકરીની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ અને લેઉવા પટેલ સમાજના અધિકારીઓ/કર્મચારીઓના ભવ્યાતિભવ્ય સ્નેહમિલન સમારોહનું આયોજન તારીખ 8 માર્ચ 2026 ને રવિવારના રોજ કાગવડ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું.

Rajkot

ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થામાંથી તાલીમ મેળવી સરકારી નોકરીમાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં આશરે 1 હજારથી વધુ ક્લાસ 1,2,3,4ના અધિકારીઓ/કર્મચારીઓ સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

Rajkot
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના પ્રમુખ હરેશ પરસાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને પોલીસ કોન્સ્ટેબલ, PSI, સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, હાઇકોર્ટ આસિસ્ટન્ટ, બેલીફ, આસિસ્ટન્ટ એન્જિનિયર, ફોરેસ્ટ ગાર્ડ, શિક્ષણ વિભાગ, કન્ડક્ટર, તલાટી કમ મંત્રી, વિદ્યુત વિભાગ, કોર્પોરેશન ક્લાર્ક, બિન સચિવાલય ક્લાર્ક, STI , DYSO અને પોસ્ટ વિભાગ સહિતની સરકારી નોકરીઓમાં સફળતા મેળવનાર 160 જેટલા યુવક-યુવતીઓને શિલ્ડ આપીને નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Rajkot

કાર્યક્રમમાં ઉપસ્થિત લેઉવા પટેલ સમાજના આશરે 50 જેટલા ક્લાસ-1 અધિકારીઓને શિલ્ડ આપીને નરેશ પટેલ અને અન્ય ટ્રસ્ટીઓ દ્વારા સન્માનિત કરાયા હતા. ત્યારબાદ 130થી વધુ ક્લાસ-2 અધિકારીઓ, 400થી વધુ ક્લાસ-3 કર્મચારીઓનું પણ શિલ્ડ આપીને સન્માન કરાયું હતું.

Rajkot
આ પ્રસંગે પોતાના સંબોધનમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન શ્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે, અહીંયા પધારેલા અને ખૂબ જ સફળતાપૂર્વક સરકારના વિવિધ વિભાગોમાં પ્રસ્થાપિત થયેલા અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓનું મા ખોડલના સાનિધ્યમાં સન્માન થયું ત્યારે આજે ખૂબ જ ગૌરવ થાય તેવો દિવસ છે. આપ સૌ સમાજ સાથે લાગણી અને ભાવનાથી જોડાયેલા છો તે આનંદની વાત છે.

Rajkot

ઉપસ્થિત સરકારી કર્મચારીઓને સંબોધતા  નરેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારીમાંથી કર્મયોગી કેમ બનવું તે ખૂબ મહત્વની બાબત છે. આપ સૌ કર્મચારીમાંથી કર્મયોગી બની સમાજ અને રાષ્ટ્રની સેવા કરતાં રહો તેવી મા ખોડલને પ્રાર્થના કરું છું. શ્રી ખોડલધામ ટ્રસ્ટે શરૂઆતથી સમાજને નવીન આપવાનું કાર્ય કર્યું છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિતના અનેક વૈશ્વિક રેકોર્ડ ખોડલધામે પ્રસ્થાપિત કર્યા છે. આજે મહિલા દિવસ પણ છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં દીકરીઓ પણ સન્માનિત થઈ છે ત્યારે સૌ મહિલાઓને પણ શુભેચ્છા પાઠવું છું.

Rajkot
શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનાર પટેલે જણાવ્યું હતું કે, આજે વિવિધ સરકારી વિભાગોમાં ફરજ બજાવતા આપણા સમાજના અધિકારીઓ/કર્મચારીઓના સન્માન થયા છે ત્યારે કહેતા આનંદ થાય છે કે, આજે એકપણ એવું ક્ષેત્ર નથી જ્યાં આપણા સમાજનો વ્યક્તિ પ્રસ્થાપિત થયેલો ન હોય. નરેશપટેલ હંમેશા ભક્તિને પ્રાધાન્ય આપ્યું છે અને તેઓ કહેતા હોય છે કે ભક્તિ દ્વારા એકતાની શક્તિ. ત્યારે કહેતા આનંદ થાય છે કે, આજે આપણો સમાજ એકત્રિત થયો છે તેનું કારણ ભક્તિ છે. આપ સૌ સરકારી અધિકારીઓ/કર્મચારીઓ દરેક નાગરિકને ઉપયોગી બની સેવા કરતાં રહો તેવી શુભેચ્છા પાઠવું છું.

Rajkot

ધારાસભ્યરમેશ ટીલાળાએ સંબોધનમાં જણાવ્યું હતું કે, સરકારી અધિકારી કે કર્મચારી બનવામાં ખૂબ જ મહેનત અને નિષ્ઠાની જરૂર પડતી હોય છે. નરેશ પટેલનો ઉદ્દેશ્ય છે કે શ્રી ખોડલધામ ટ્રસ્ટના માધ્યમથી નાનામાં નાના વ્યક્તિને મદદરૂપ થવું. ત્યારે આટલી મોટી સંખ્યામાં સરકારી અધિકારીઓઓ અને કર્મચારીઓ વિવિધ વિભાગોમાં પ્રસ્થાપિત થયા છે ત્યારે શ્રી ખોડલધામનો આ ઉદ્દેશ્ય સાકાર થયો છે. આજના આ કાર્યક્રમ થકી સમાજના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચે પરસ્પર એકતા અને સંબંધ ગાઢ બનશે. લાગણી અને ભાવ સાથે સમાજ સાથે હંમેશા જોડાયેલા રહીને કામ કરતાં રહો તેવી આશા વ્યક્ત કરું છું.

Rajkot

આ કાર્યક્રમમાં ઉપસ્થિત અને શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિમાંથી તાલીમ મેળવીને સફળ થનાર યુવતીઓએ ભગવાનશ્રી રામની પ્રતિમા આપીને  નરેશ પટેલનું સન્માન કર્યું હતું. જ્યારે સન્માન સમારોહની આયોજક ટીમે આકર્ષક પેઈન્ટિંગ નરેશ પટેલને અર્પણ કરી તેઓનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ધોરણ 6 થી જ બાળકો યુપીએસસી-જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તે માટે ખાસ કોર્ષનું લોન્ચિંગ પણ કરાયું હતું.

Rajkot

આ પ્રસંગે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટમાંથી તાલીમ મેળવાનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી અને તાજેતરમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન મેળવનાર ડો. ભાવિન કથિરીયાએ પોતાનો પ્રથમ પગાર માતૃ સંસ્થા શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટને અર્પણ કર્યો હતો.
કાર્યક્રમની આભારવિધિ શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટના મંત્રી જી.એલ.રામાણી દ્વારા કરવામાં આવી હતી. સમૂહ રાષ્ટ્રગાન બાદ કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી હતી. કાર્યક્રમ બાદ સૌ સાથે ભોજન લઈ છુટ્ટા પડ્યા હતા.


આ પણ વાંચો: ખોડલધામના મંચ પર ક્યારેય રાજકારણ કરવું નથી : નરેશ પટેલ

આ પણ વાંચો: કેમિકલ માફિયા બેફામ! રાજકોટની ભાદર નદીમાં ઝેરી પાણી ઠાલવી સરકારને આપી ‘ખુલ્લી ચેલેન્જ’

આ પણ વાંચો: રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ ઇન્દ્રનીલ રાજ્યગુરુની નિવૃત્તિથી ખળભળાટ