Ahmedabad News/ નોકરીની લાલચ આપી બેંગકોક મોકલી સાયબર ક્રાઈમની ગેરકાયદે ટ્રેનિગ આપી, રૂ. 3.50 લાખ આપતા છુટકારો થયો

સાડા ત્રણ લાખ આપતા ભોગ બનનારને પાસપોર્ટ પરત કરતા ભારત પહોંચ્યો

Gujarat Ahmedabad

Ahmedabad News : બેંગકોકમાં નોકરીની લાલચ આપીને એક વ્યક્તિને બેંગકોક મોકલવામાં આવ્યો હતો. બાદમાં આરોપીએ તેનો પાસપોર્ટ લઈ લીધો હતો અને સાયબર ક્રાઈમને લગતી ગેરકાનૂની પ્રવૃતિની ટ્રેનિંગ લેવાની ફરજ પાડી હતી. જોકે ફરિયાદીએ ઈન્કાર કરતા આરોપીએ ફરિયાદીપાસે રૂ.3,50000 ની માંગણી કરી હતી. જે રકમ ફરિયાદીએ ચુકવતા તેને પાસપોર્ટ પરત કરાયો હતો. જેને આધારે તે ભારત પરત આવ્યોહતો. આ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે.

આ બનાવની વિગત મુજબ 6 એપ્રિલથી 22 મે 2025 દરમિયાન આરોપીઓએ કાવતરૂ ઘડીને અભિષેકસિંગના કહેવાથી લિંજલ શાહે ભોગ બનનારને બેંગકોકમાં એક કંપનીમાંવર્ક પરમીટ વિઝા અપાવવા માટે અભિષેકસિંગ સાથે વાત કરાવી હતી. જેમાં અભિષેકે બેંગકોકની આઈ.ટેક નામની કંપનીમાં વર્કર તરીકેની ખોટી ઓળખ આપીને ફરિયાદીનું શોષણ કરવાના ઈરાદે બેંગકોકની કંપનીમાં નોકરીની લાલચ આપીને વોટ્સએપર વીડિયો કોલ કરીને ઈન્ટરવ્યું લેવડાવ્યો હતો.

બાદમાં ફરિયાદીને ભારતથી બેંગકોક ખાતે બોલાવીને તેનો પાસપોર્ટ મેળવી લીધો હતો. બાદમાં તેને થાઈલેન્ડની બોર્ડર જંગલ વિસ્તારમાંથી ગાડીમાં તથા નાવડી દ્વારા કેનાલ ક્રોસ કરાવી મ્યાનમારના કે.કે વિસ્તારમાં લઈ જવાયો હતો. જ્યાં તેને સાયબર ક્રાઈમને લગતી ગુનાહિત પ્રવૃતિની ટ્રેનિંગ આપતા ફરિયાદીએ ઈન્કાર કર્યો હતો. આથી આરોપીએ તેને ગેરકાયદે અટકાયતમાં રાખી ફરજીયાત ટ્રેનિંગ લેવડાવી માનસિક ત્રાસ આપ્યો હતો. બાદમાં ફરિયાદીને ભારત પરત જવા તેની પાસે રૂ.3,50,000 ની માંગણી કરી હતી.

આથી ફરિયાદીએ ગુગલ પે દ્વારા આરોપીઓએ આપેલા સ્કેનરમાં રૂ.3,50,000 મોકલી આપ્યા હતા. બાદમાં ભોગ બનનારને પાસપોર્ટ પરત આપી ભારત આવવા દીધો હતો.આ અંગે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા પોલીસે કિંજલ શાહની ધરપકડ કરી હતી. જ્યારે તેના સાગરીતની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યના 2 મહિલા સરપંચોને દિલ્હીમાં પ્રજાસત્તાકની ઉજવણીમાં ગેસ્ટ તરીકે નિમંત્રણ

આ પણ વાંચો:બાવળ કાપવાની મંજુરી માટે 80 હજારની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 ઝડપાયા

આ પણ વાંચો:મહિલા સરપંચને બોલાવો, અમને પણ થોડી ફીલિંગ આવશે …’, ભાજપના ધારાસભ્ય સતપાલ જાંબાના બગડ્યા બોલ