Ahmedabad News/ વર્લ્ડ યોગાસનમાં ભારતનો દબદબો, પ્રથમ દિવસે 5 ગોલ્ડ મેડલ

ટ્રેડિશનલ યોગાસન (Yogasana)ના સિનિયર પુરુષ વર્ગમાં અભયે 63.42 પોઇન્ટ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો

Top Stories Ahmedabad Gujarat
ભારત માટે ગોલ્ડ મેડલની શરૂઆત પશ્ચિમ બંગાળના અભય બર્મને કરી હતી. ટ્રેડિશનલ યોગાસન (Yogasana)ના સિનિયર પુરુષ વર્ગમાં અભયે 63.42 પોઇન્ટ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો

Ahmedabad News : અમદાવાદના એકા એરેના ખાતે યોજાઈ રહેલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ (World Yogasana Championships)-2026માં યજમાન ભારતે જોરદાર પ્રદર્શન કરીને પ્રથમ દિવસે ઉપલબ્ધ 6માંથી 5 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. ભારતીય ખેલાડીઓએ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને વિશ્વ મંચ પર દેશની યોગાસન ક્ષેત્રે મજબૂત હાજરી નોંધાવી છે.

ભારત માટે ગોલ્ડ મેડલની શરૂઆત પશ્ચિમ બંગાળના અભય બર્મને કરી હતી. ટ્રેડિશનલ યોગાસન (Yogasana)ના સિનિયર પુરુષ વર્ગમાં અભયે 63.42 પોઇન્ટ મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈન્ડોનેશિયાના અરકાન રિયાન્ટોએ સિલ્વર અને ઉઝબેકિસ્તાનના એલને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

સિનિયર મહિલા વર્ગમાં ભારતની ઋતુ મોંડલે 64.33 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીતી ભારતની સફળતા આગળ વધારી હતી. કઝાકિસ્તાનની આઇઝાન કુઆનિશબાયેવા સિલ્વર અને હોંગકોંગની લેમ ન્ગા મેન બ્રોન્ઝ મેડલ વિજેતા બની હતી.

સિનિયર A પુરુષ વર્ગમાં સિંગાપોરના નેથાનિયલ ટેન લિયોંગ એન ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર વિદેશી ખેલાડી રહ્યા હતા. આ સ્પર્ધામાં ભારતના સુમિર ગ્નાવાલીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ભારત માટે વધુ એક ગોલ્ડ ઋતુ ઠાકુરે સિનિયર A મહિલા વર્ગમાં જીત્યો હતો. તેણે 63.50 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આર્જેન્ટિનાની નાબિલા સોલ બારાઝા સિલ્વર અને કેન્યાની અવુર સાઉલિન્હા બ્રોન્ઝ મેડલ વિજેતા બની હતી.

સિનિયર B પુરુષ વર્ગમાં રોશન થાપાએ 65.67 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બાંગ્લાદેશના એમડી મમુન ખાન બાબુએ સિલ્વર અને કિર્ગિસ્તાનના ડેનિલ રાયકોવે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ટ્વિસ્ટિંગ બોડી ઇન્ડિવિજ્યુઅલ સિનિયર B મહિલા વર્ગમાં જ્યોતિ દેવકરે ભારત માટે પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઓમાનની ઓલિમુથુ નવમણી સિલ્વર અને જાપાનની સાઓરી ક્યુઇએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ((World Yogasana Championships)યોગાસનને વૈશ્વિક સ્પર્ધાત્મક રમત તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. આ સ્પર્ધા યોગાસન (Yogasana)ને ભવિષ્યમાં ઓલિમ્પિક્સ સુધી પહોંચાડવાના પ્રયાસોને પણ નવી ગતિ આપશે.

ભારતે આ ચેમ્પિયનશિપમાં 122 સભ્યોના દળ સાથે ભાગ લીધો છે. ખેલાડીઓ વિવિધ વયજૂથોમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં સબ-જૂનિયરથી લઈને સિનિયર C કેટેગરી સુધીની સ્પર્ધાઓનો સમાવેશ થાય છે.


આ પણ વાંચો : આખો દિવસ રહેવું છે ઊર્જાવાન તો, સવાર-સવારમાં કરો આ 3 યોગાસન, આળસ થઇ જશે છૂમંતર!

આ પણ વાંચો : યોગાસન સ્પર્ધાઃ રાજ્યના વિવિધ 6 ઝોનમાં આવતીકાલે 16 ફેબ્રુઆરીએ યોજાશે ઝોન કક્ષાની સ્પર્ધા

આ પણ વાંચો : શિયાળામાં યોગના લાભ જાણી લો, ક્યારે કરવા જોઈએ યોગાસન