Business News/ વિન્ડફોલ ટેક્સમાં કાપ; પેટ્રોલ અને ડીઝલના નિકાસકારોને મળી મોટી રાહત, જાણો લેટેસ્ટ દર

કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને ATF ના નિકાસ પરના Windfall Tax માં ઘટાડો કર્યો છે. પેટ્રોલની નિકાસ ડ્યુટી શૂન્ય થઈ છે. જાણો વિગતવાર અહેવાલ.

Top Stories Trending Business
Windfall Tax

Windfall Tax Rates Slashed India News: કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે ATFની નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં(Windfall Tax) ઘટાડો કર્યો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દર 15 ઓગસ્ટથી અમલમાં આવી ગયા છે. નવા નિર્ણય મુજબ, પેટ્રોલની નિકાસ પરની ડ્યુટી સંપૂર્ણપણે હટાવીને શૂન્ય કરવામાં આવી છે. અગાઉ પેટ્રોલ પર પ્રતિ લીટર 3.5 રૂપિયાની ડ્યુટી લાગતી હતી.

ડીઝલની વાત કરીએ તો તેની નિકાસ પર લાગતો ટેક્સ પ્રતિ લીટર 25.5 રૂપિયાથી ઘટાડીને 24 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે ડીઝલ પર પ્રતિ લીટર 1.5 રૂપિયાની રાહત આપવામાં આવી છે. આ ઉપરાંત, ATF એટલે કે વિમાનમાં વપરાતા બળતણની નિકાસ પરનો ટેક્સ પણ ઘટાડવામાં આવ્યો છે. અગાઉ પ્રતિ લીટર 22 રૂપિયા લાગતો ટેક્સ હવે ઘટાડીને 19.5 રૂપિયા કરવામાં આવ્યો છે.

જનતા પર શું અસર પડશે?

સરકારના આ નિર્ણયથી સામાન્ય ગ્રાહકોને સીધી રાહત મળવાની શક્યતા નથી. કારણ કે વિન્ડફોલ ટેક્સ(Windfall Tax) મુખ્યત્વે નિકાસ કરતી ઓઈલ કંપનીઓ પર લાગુ પડે છે. તેથી પેટ્રોલ અને ડીઝલના સ્થાનિક છૂટક ભાવ પર તેની સીધી અસર નહીં પડે.

શા માટે Windfall Tax લાગુ કરવામાં આવ્યો હતો?

ભારતે જુલાઈ 2022માં વિન્ડફોલ ટેક્સ(Windfall Tax) લાગુ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અચાનક વધારો થતાં ઓઈલ કંપનીઓને મળતા વધારાના નફા પર ટેક્સ વસૂલવાનો તેનો મુખ્ય હેતુ હતો. સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને દર પંદર દિવસે વિન્ડફોલ ટેક્સની(Windfall Tax) સમીક્ષા કરે છે અને જરૂરિયાત મુજબ તેમાં ફેરફાર કરવામાં આવે છે. આ અગાઉ 3 ઓગસ્ટની સમીક્ષામાં પેટ્રોલ, ડીઝલ અને ATFની નિકાસ પરનો ટેક્સ વધારવામાં આવ્યો હતો. જોકે, હવે વૈશ્વિક બજારના બદલાતા ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નિકાસકાર કંપનીઓને રાહત આપતાં નવા દર જાહેર કર્યા છે.


આ પણ વાંચો:દેશમાં વધી રહ્યા છે કરોડપતિ: 5.35 લાખ લોકોની વાર્ષિક આવક 1 કરોડથી વધુ, 100 કરોડ કમાવનાર 39% વધ્યા

આ પણ વાંચો:13 ઓગસ્ટ 2026 Stock Market Updates: સતત ત્રીજા દિવસે લાલ નિશાન પર ખુલ્યો શેરબજાર

આ પણ વાંચો: AGM પહેલાં જ N. ચંદ્રશેખરનનું ટાટા સન્સના ચેરમેન પદેથી રાજીનામું, ફેબ્રુઆરી 2027 સુધી રહેશે