IPL 2023/ કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને હરાવ્યું

KKR તરફથી મળેલા 201 રનના ટાર્ગેટના જવાબમાં RCBની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી

Top Stories Sports
14 1 6 કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને હરાવ્યું

IPL 2023ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 21 રને હરાવ્યું. KKR તરફથી મળેલા 201 રનના ટાર્ગેટના જવાબમાં RCBની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 179 રન જ બનાવી શકી હતી. RCB તરફથી બેટિંગમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 54 રન બનાવ્યા, જ્યારે મહિપાલ લોમરોરે 34 રનનું યોગદાન આપ્યું. KKR તરફથી બોલિંગમાં વરુણ ચક્રવર્તીએ ત્રણ અને સુયશ શર્મા અને આન્દ્રે રસેલે બે-બે વિકેટ લીધી હતી. આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા KKRએ 5 વિકેટના નુકસાને 200 રન બનાવ્યા હતા. જેસન રોયે 22 બોલમાં 50 રન બનાવ્યા હતા. જગદીશને 27 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યરે 31 રન બનાવ્યા હતા. નીતીશ રાણાને મેચમાં બે જીવ મળ્યા હતા. આ પછી રાણાએ 21 બોલમાં 48 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે 18 અને ડેવિડ વિઝાએ 3 બોલમાં 12 રન બનાવ્યા હતા. રસેલ 1 રન બનાવીને આઉટ થયો હતો. હસરંગા અને વિજયકુમાર વૈશાખને બે-બે વિકેટ મળી હતી. એક વિકેટ સિરાજના નામે રહી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સની આ ત્રીજી જીત છે. આ ટીમને છેલ્લી સતત 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ મેચમાં તે હારની શ્રેણી તોડવામાં સફળ રહી હતી. નીતિશ રાણાની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સે અત્યાર સુધીમાં 8 મેચ રમી છે, જેમાં 3 જીતી છે, જ્યારે 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાં 4 મેચ જીતી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે