Not Set/ પાછા બોલ્યા સલમાન ખુર્શીદ, આ નેતાને જોવા ઇચ્છે છે ‘કોંગ્રેસ અધ્યક્ષ’ તરીકે…

તાજેતરમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ તેમની એક ટિપ્પણી અંગે રાજકીય ચર્ચાનો વિષય બન્યા છે. તો સલમાન દ્વારા ફરી એક વાર નિવેદનનું તીર છોડવામાં આવ્યું છે, સલમાન ખુર્શીદે કહ્યું છે કે, રાહુલ ગાંધીએ ફરી એકવાર પાર્ટીની કમાન સંભાળવી જોઈએ. તેમણે એક ફેસબુક પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસને ભાજપ ન બનાવવી જોઈએ અને […]

Top Stories India
salman khurshid 10 1484034510 પાછા બોલ્યા સલમાન ખુર્શીદ, આ નેતાને જોવા ઇચ્છે છે 'કોંગ્રેસ અધ્યક્ષ' તરીકે...

તાજેતરમાં જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદ તેમની એક ટિપ્પણી અંગે રાજકીય ચર્ચાનો વિષય બન્યા છે. તો સલમાન દ્વારા ફરી એક વાર નિવેદનનું તીર છોડવામાં આવ્યું છે, સલમાન ખુર્શીદે કહ્યું છે કે, રાહુલ ગાંધીએ ફરી એકવાર પાર્ટીની કમાન સંભાળવી જોઈએ. તેમણે એક ફેસબુક પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે, કોંગ્રેસને ભાજપ ન બનાવવી જોઈએ અને લોકોની સમક્ષ કોઈ ભય વગર તેમની જુદી જુદી દ્રષ્ટિ અને વિચારસરણી મુકવી જોઈએ.

ભૂતપૂર્વ વિદેશમંત્રીએ તેમના તાજેતરના એક નિવેદનની પૃષ્ઠભૂમિમાં જણાવ્યું હતું કે, ‘મને આશ્ચર્ય થાય છે કે મારી અંગત વફાદારી અને રાજકીય વ્યૂહરચના વિશે બહુ ઓછા જાણનારાઓ દ્વારા મને સલાહ આપવામાં આવી રહી છે. તેથી જ હું તેમને કાયમ માટે કહેવા માંગુ છું કે, મારો મત છે કે વિશ્વાસ અને વફાદારી વ્યક્તિગત પસંદગીથી સંબંધિત હોય છે.

આપણ વાંચો : કોંગ્રેસમાં All is not well, સલમાન ખુર્શીદનાં નિવેદન પર ભડકી કોંગ્રેસ, પાર્ટીને દુશ્મનોની જરૂર નથી

સલમાને વધુંમાં કહ્યું કે, ‘હું મારા વ્યક્તિગત આદર અને ઇતિહાસ અને લોકશાહીની સમજને કારણે ગાંધી પરિવારનું સમર્થન કરું છું. નિર્ણાયક ક્ષણો પર વ્યૂહાત્મક મૌન મહત્વનું છે, પરંતુ તે જ સમયે, અવાજ ઉઠાવવો આપણા સામૂહિક ભવિષ્ય માટે પણ મહત્વપૂર્ણ છે.

સલમાન દ્રારા આ પણ કહેવામાં આવ્યું કે, ‘કોંગ્રેસ ભાજપ જેવી નથી અને ક્યારેય હોવી જોઈએ પણ નહીં. જ્યારે અમારા પ્રવક્તા ભાજપનો મુકાબલો કરવાની અમારી ફરજ તરફ ધ્યાન દોરે છે ત્યારે, એ યાદ રાખવું જોઈએ કે, જ્યારે આપણે જુદાં જુદાં દૃષ્ટિકોણ અને નિર્ભયતાથી વિચારીએ, ત્યારે આ શક્ય છે. ‘

જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં ખુર્શીદે કહ્યું કે દેશને પ્રેમ કરનાર કોઈ પણ આ રાજ્યના દુખ પર મુંગા પ્રેક્ષક રહી શકે નહીં. તેમણે કહ્યું કે અણધારા સંજોગોમાં અનપેક્ષિત પગલાની જરૂર હોય છે, પરંતુ તે જ સમયે અનપેક્ષિત હૃદય અને મન પણ જરૂરી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.