અમેરિકામાં ગુજરાતીની હત્યાનો સિલસિલો યથાવત છે. આ ઘટના સામે આવતા ગુજરાતમાં રહેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના અધિકારીની હત્યા કરાઈ હતી. આરોપીએ કરેલા ફાયરિંગમાં ઘાયલ થયેલા મૂળ ગુજરાતી પોલીસ અધિકારી પરમહંસ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનોએ પરમહંસના અંગોનું દાન કરતાં 11 લોકોને નવું જીવન મળ્યું છે.
આ પણ વાંચો :લીંબડી નેશનલ હાઈવે પર અકસ્માત, દાદા,દાદી સહિત 6 વર્ષની પૌત્રીનું મોત
સ્થાનિક પોલીસના નિવેદન મુજબ ઓફિસર દેસાઈના મલ્ટીપલ ઓર્ગન ડોનેશનની અનેક લોકોના જીવન બચ્યા છે. પરમહંસના અંતિમ સંસ્કાર રવિવારે સ્થાનિક સમય અનુસાર કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ મુજબ 5 ઓક્ટોબર 1983ના રોજ બીલીમોરામાં જન્મેલા પરમહંસ દેસાઈ હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવતાં હતા. પરમહંસના લગ્ન અંકિતા સાથે થયા હતા અને તેમને બે સંતાનો છે.

આ અંગેની વિસ્તૃત માહિતી પ્રમાણે, અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના અધિકારી પરમહંસ દેસાઈ પર આરોપીએ ફાયરિંગ કર્યુ હતુ. જેમા તેઓ ઘાયલ થયા હતા અને 8 નવેમ્બરે તેમનું અવસાન થયું હતું. 38 વર્ષીય પરમહંસ દેસાઈ ઘરેલુ હિંસાના એક કેસમાં આરોપીની ધરપકડ કરવા ગયા હતા જ્યાં 22 વર્ષીય આરોપી જોર્ડન જેકસન ગોળી મારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીરરીતે ઘાયલ પરમહંસને ગ્રેડી મેડિકલ સેન્ટર ખાતે દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ચાર દિવસ બાદ પરમહંસનું અવસાન થયું હતું.

આ પણ વાંચો :જાણો, સુરતના કયા વિસ્તારમાં એક જ પરિવારના 5 સભ્યોને થયો કોરોના
પરમહંસ દેસાઈને ગોળી મારીને ફરાર થનારા આરોપી જોર્ડન જેકસનને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને મીડિયા રિપોર્ટ્સ મુજબ તેના માથે 30000 ડોલરનું ઈનામ પણ જાહેર કરાયું હતું. જ્યારે સ્વેટની ટીમ એપાર્ટમેન્ટમાં છુપાયેલા આરોપીને પકડવા માટે તેને ઘેરી રહી હતી ત્યારે જ જેક્સને પોતાની જ બંદૂકથી છોડવામાં આવેલી ગોળીથી મોતને ભેટ્યો હતો. પોલીસે આરોપીને છુપાવવામાં મદદ કરનાર બે લોકોની ધરપકડ કરી છે.

પોલીસ ઓફિસર પરમહંસની બહેન દિવ્યા દેસાઈએ પોતાના ભાઈના પરિવારને આર્થિક મદદ પહોંચાડવા અને તેની યાદમાં ફંડ એકત્ર કરવા એક અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન દ્વારા અઢી લાખ ડૉલરની રકમ એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું પણ શનિવાર સાંજ સુધીમાં 4700થી વધુ લોકોએ 3,13,900 ડૉલરથી પણ વધુનું ડોનેશન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમેરિકામાં વસતા અનેક ગુજરાતી લોકોની હત્યાની ઘટનાઓ બની ચૂકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરી 2021માં મૂળ નવસારીના ગણદેવીના યુવાનની અમેરિકાના એટલાન્ટામાં ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. મોટેલના રિનોવેશન જેવી નજીવી બાબતે બોલાચાલી થતાં 52 વર્ષીય મેહુલ વશીની અશ્વેત યુવક દ્વારા નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો :આત્મનિર્ભર ગુજરાતના સંકલ્પ થકી આત્મનિર્ભર ભારતની નેમ પૂર્ણ કરી શકાશેઃ મુખ્યમંત્રી
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડવાળા મંદિર દૂધરેજ ખાતે દર્શન કરી જનસુખાકારીની પ્રાર્થના કરી
આ પણ વાંચો : ગુજરાતમાં વધતો ઠંડીનો ચમકારો, જાણો કયા કેટલું નોંધાયું તાપમાન
