- અમદાવાદમાં આજથી ચાના કપ પર રોકનો અમલ શરૂ
- આજથી પેપરકપ-પ્લાસ્ટિક કપમાં નહીં મળે ચા
- ચા સ્ટોલ પર AMC કર્મીઓ દ્વારા કરાશે ચેકિંગ
- નિયમભંગ સામે કરાશે દંડાત્મક કાર્યવાહી
- પેપરકપ-પ્લાસ્ટિક કપ પર રોકનો આજથી અમલ
Ban on papercups: ગુજરાતના મેટ્રો સીટી અમદાવાદમાં આજથી ચાના કપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.શહેરની કોઇપણ ચાની કિટલી પર પેપર કપ કે પ્લાસ્ટિક કપ જોવા નહી મળે.પ્રજાના આરોગ્યને લઇને આ નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે લીધો છે. ચા સ્ટોલ પર કોર્પેોરેશનના કર્મચારીઓ સઘન ચેકિંગ હાથ ધરશે જો કોઇ નિયમભંગ કરશે તો તેમને દંડ ભરવો પડશે. આજથી પેપર અને પ્લાસ્ટિક કપ પર સંપૂર્ણ રોક લગાવી દેવામાં આવ્યો છે. શહેરમાં આજથી ચાની કીટલીઓ પર અપાતા પેપર કપ પર પ્રતિબંધનો અમલ થઈ રહ્યો છે. કીટલી પર પેપર કપ પકડાશે તો કાર્યવાહી કરવામાં આવશે.આ નિર્ણય અંગે મેટરને જ જાણ જ નથી ,આ મૈાખિક નિર્ણય છે કોઇ ઠરાવ કરવામાં આવ્યું નથી .આ મામલે વિવાદ વધે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે (Ban on papercups)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. આજથી અમદાવાદમાં આવેલી ચાની કીટલીઓ તેમજ લારી ઉપર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. જો ક્યાંય પણ પેપર કપ મળશે તો સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આટલી મોટી કડક કાર્યવાહીને લઈને ભાજપના સત્તાધીશોને કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. આ નિર્ણય મામલે વિવાદ પણ વધી શકે છે એક બાજુ કમિશનરે ફરમાન આપ્યો છે કે પેપર કપ સહિત પ્લાસ્ટિકના કપ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જ્યારે આ નિર્ણય અંગે મેયરે જણાવ્યું કે આ નિરણયનો ઠરાવ કરવામાં આવ્યો નથી અને મૈાખિક આદેશનો પાલન થઇ રહ્યો છે. હવે આ વિવાદ વદે તેવી પુરી સંભાવના જોવાઇ રહી છે.