Not Set/ ફિલિપાઇન્સના પ્રશાંત મહાસાગરમાં જહાજ ડૂબી જતાં ૧૧ ભારતીયો લાપતા

ફિલિપાઇન્સ નજીક પ્રશાંત મહાસાગરમાં એક માલવાહક જહાજ ડૂબી જતાં ૧૧ ભારતીયો લાપતા થયા છે. જાપાનના કોસ્ટગાર્ડે તોફાનને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું જણાવ્યું હતું. જાપાની કોસ્ટ ગાર્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ શુક્રવારની સવારે ફિલીપાઇન્સના ઉત્તરે ૨૮૦ કિલોમીટર દૂર પૂર્વમાં એક માલવાહક જહાજમાંથી કટોકટીના સંકેત મળ્યા હતા.અહેવાલ મુજબ જાપાની કોસ્ટ ગાર્ડે રાહત – બચાવ […]

World
philippines 1507885053 ફિલિપાઇન્સના પ્રશાંત મહાસાગરમાં જહાજ ડૂબી જતાં ૧૧ ભારતીયો લાપતા

ફિલિપાઇન્સ નજીક પ્રશાંત મહાસાગરમાં એક માલવાહક જહાજ ડૂબી જતાં ૧૧ ભારતીયો લાપતા થયા છે. જાપાનના કોસ્ટગાર્ડે તોફાનને કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું જણાવ્યું હતું. જાપાની કોસ્ટ ગાર્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ શુક્રવારની સવારે ફિલીપાઇન્સના ઉત્તરે ૨૮૦ કિલોમીટર દૂર પૂર્વમાં એક માલવાહક જહાજમાંથી કટોકટીના સંકેત મળ્યા હતા.અહેવાલ મુજબ જાપાની કોસ્ટ ગાર્ડે રાહત – બચાવ કાર્યમાં પોતાની બે નાવ અને ત્રણ વિમાનોને તહેનાત કર્યા હતા, પરંતુ તોફાનને કારણે રાહત બચાવ કામગીરીમાં મુશ્કેલી આવતી હતી. તેમના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાંથી પસાર થતાં બીજા જહાજોએ એમરાલ્ડ સ્ટારના ચાલક દળના ૧૫ સભ્યોને બચાવી લીધાં હતાં