Not Set/ #CoronaEpidemic/ સમગ્ર વિશ્વમાં કોરોનાથી 2 લાખથી વધુ લોકોનાં મોત, માત્ર 16 દિવસમાં આંકડો થયો બમણો

ચીનનાં વુહાનમાં શરૂ થયેલ કોરોના વાયરસ વિશ્વભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. હાલમાં, આ વાયરસથી લડી શકે તે માટે કોઈ રસી કે દવા બનાવવામાં આવી નથી. આ રોગચાળાને કારણે વિશ્વભરમાં બે લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વળી, ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં 30 મિલિયન સુધી પહોંચી રહી છે. હાલમાં અમેરિકા આ ​​રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત […]

World
380dca68a526698e33fb3d0308b51005 #CoronaEpidemic/ સમગ્ર વિશ્વમાં કોરોનાથી 2 લાખથી વધુ લોકોનાં મોત, માત્ર 16 દિવસમાં આંકડો થયો બમણો

ચીનનાં વુહાનમાં શરૂ થયેલ કોરોના વાયરસ વિશ્વભરમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. હાલમાં, આ વાયરસથી લડી શકે તે માટે કોઈ રસી કે દવા બનાવવામાં આવી નથી. આ રોગચાળાને કારણે વિશ્વભરમાં બે લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વળી, ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વિશ્વભરમાં 30 મિલિયન સુધી પહોંચી રહી છે. હાલમાં અમેરિકા આ ​​રોગચાળાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. વળી, ભારતમાં લોકડાઉન થયા પછી પણ આ આંકડો ઝડપથી વધી રહ્યો છે, જે હવે એક ચિંતાનો વિષય બન્યો છે.

કોરોનાથી સંબંધિત ડેટા જારી કરનારી સાઈટ worldometers.info અનુસાર, વિશ્વભરમાં કોરોનાનાં અત્યાર સુધીમાં 29,22,078 કેસ નોંધાયા છે. જેમાં 2,03,304 લોકોનાં મોત નીપજ્યાં છે. આ દરમિયાન રાહતનાં સમાચાર પણ છે. જ્યાં અત્યાર સુધીમાં 8,37,156 દર્દીઓ આ રોગથી ઠીક પણ થઇ ચુક્યા છે. જેના કારણે હવે સક્રિય કેસની સંખ્યા 18,81,615 છે. એક અહેવાલ મુજબ 11 મી જાન્યુઆરીએ વુહાનમાં કોરોનાને કારણે પહેલું મૃત્યુ થયું હતુ, આ આંકડો એક લાખ સુધી પહોંચવામાં 90 દિવસનો સમય લાગ્યો હતો. વળી માત્ર 16 દિવસમાં, આ આંકડો બમણો થઈને બે લાખ સુધી પહોંચ્યો છે, જેણે સમગ્ર વિશ્વની ચિંતામાં વધારો કર્યો છે. જો કે કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઈ હતી, પરંતુ હવે ત્યાં સ્થિતિ સામાન્ય છે. હાલમાં, અમેરિકા કોરોનાનું નવું કેન્દ્ર બન્યું છે. જ્યાં અત્યાર સુધીમાં 9,60,896 કેસ નોંધાયા છે. વળી 54,265 લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાથી અત્યાર સુધીમાં કોઈ અન્ય દેશમાં આટલા બધા મૃત્યુ થયા નથી. અમેરિકા પછી સ્પેન અને ઇટાલી ખરાબ રીતે કોરોનાથી પ્રભાવિત છે. જ્યાં સ્પેનમાં 2,23,759 અને ઇટાલીમાં 1,95,351 કેસ નોંધાયા છે. 

આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલી માહિતી મુજબ, ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 26,498 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1,990 નવા કેસ નોંધાયા છે, જ્યારે 49 લોકોનાં મોત નીપજ્યાં છે. ભારતમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 824 પર પહોંચી ગયો છે. જ્યારે 5,804 લોકો ઠીક થઇને ઘરે પરત ફર્યા છે. કોરોના ચેન તોડવા માટે સરકારે દેશભરમાં 3 મે સુધી લોકડાઉન કરવાની ઘોષણા કરી છે અને લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. હોટસ્પોટ વિસ્તારોને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.