INDIAN NAVY/ એડનની ખાડીમાં માલવાહક જહાજ પર ડ્રોનથી હુમલો,ભારતીય નૌકાદળનું સફળ ઓપરેશન

ઘટનાની વધુ વિગતો આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, જહાજમાંથી ઇમરજન્સી કોલ આવ્યો હતો. જેના જવાબમાં ભારતીય નૌકાદળોએ કાર્ગો જહાજને બહાદુરીથી બચાવી લીધું હતું. ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું હતું કે ભારતીય…..

World

New Delhi News: સામાન્ય રીતે એડનની ખાડીમાં માલવાહક જહાજો પર હુમલા થતા રહ્યા છે. ચાંચિયાઓએ ઘણીવાર આ જહાજોને નિશાન પણ બનાવ્યા છે. દરિયામાં જહાજો પર હુમલાની વધતી સંખ્યા વિશ્વભરના દેશો માટે ચિંતાનો વિષય બની ગયો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય નૌકાદળે અનેક ઓપરેશનો પાર પાડી વેપારી જહાજોને ચાંચિયાઓથી બચાવ્યા છે. એડનની ખાડીમાં વધુ એક વખત વેપારી જહાજ પર શંકાસ્પદ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જે દરમિયાન એક ભારતીય યુદ્ધ જહાજે હુમલાગ્રસ્ત જહાજને ચાંચિયાઓથી છોડાવ્યું હતું.

MV આઈલેન્ડર પર શંકાસ્પદ ડ્રોનથી હુમલો કરાયો

આ મામલાની માહિતી આપતા ભારતીય સૈન્ય અધિકારીઓએ જણાવ્યું કે, પલાઉના ધ્વજવાળા જહાજ એમવી આઈલેન્ડર પર ગુરુવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન જહાજના ક્રૂનો એક સભ્ય ઘાયલ થયો હતો. તેમણે કહ્યું હતું કે, નૌકાદળની એક ટીમ જહાજ પર ચઢી અને ત્યાં હાજર ક્રૂને બચાવી લીધા. લાલ સમુદ્રમાં અનેક વેપારી જહાજો પર હુથી બળવાખોરો દ્વારા હુમલા અંગે વિશ્વમાં ચિંતા વધતી ગઈ છે. એમવી આઇલેન્ડર પર સવાર ભારતીય નૌકાદળની એક તબીબી ટીમે ઇજાગ્રસ્ત ક્રૂ મેમ્બરને તબીબી સહાય પૂરી પાડી હતી.

ઇમરજન્સી કોલ મળતાં જ એક્શનમાં   

ઘટનાની વધુ વિગતો આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, જહાજમાંથી ઇમરજન્સી કોલ આવ્યો હતો. જેના જવાબમાં ભારતીય નૌકાદળોએ કાર્ગો જહાજને બહાદુરીથી બચાવી લીધું હતું. ભારતીય નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના જહાજોના પ્રયાસો માલવાહક જહાજો અને નાવિકોની સુરક્ષા અને સલામતી પ્રત્યે ભારતીય નૌકાદળની મજબૂત પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.

ભારતીય નૌકાદળે પહેલા પણ બચાવ કામગીરી કરી છે

ભારતીય નૌકાદળે સોમાલિયાના પૂર્વ કિનારે 11 ઈરાનીઓ અને આઠ પાકિસ્તાની નાગરિકોના ક્રૂ સાથે ઈરાનના ધ્વજવાળા માછીમારોના જહાજ પર ચાંચિયાગીરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. જાન્યુઆરીમાં, સોમાલિયાના પૂર્વ કિનારે ચાંચિયાઓએ હુમલો કર્યા પછી ભારતીય યુદ્ધ જહાજે ઈરાની-ધ્વજવાળા માછીમારી જહાજના 19 પાકિસ્તાની ક્રૂ સભ્યોને બચાવ્યા હતા.

નેવીએ 5 જાન્યુઆરીએ ઉત્તર અરબી સમુદ્રમાં લાઇબેરિયન ધ્વજવાળા જહાજ એમવી લીલા નોરફોકને હાઇજેક કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને તેના તમામ ક્રૂ સભ્યોને બચાવ્યા. MV કેમ પ્લુટો, 21 ભારતીય ક્રૂ સભ્યો સાથે લાઇબેરિયન ધ્વજ ધરાવતું જહાજ, 23 ડિસેમ્બરે ભારતના પશ્ચિમ કિનારે ડ્રોન હુમલાનું લક્ષ્ય હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું PASAમાં પકડાયેલા મૌલાના અઝહરીનો જેલવાસ લાંબો ચાલશે…

આ પણ વાંચો:અશ્વિને ઈંગ્લેન્ડ સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો, જાણો ક્રિકેટ જગતની 10 મોટી ઘટનાઓ

 

 

આ પણ વાંચો:આંકલાવની કોસિન્દ્રા સ્કૂલમાં શિક્ષણ જગતને કલંક લગાડતી ઘટના