Budget 2024/ ભૂટાનને વધુ મહત્વ આપતા માલદીવના મોહમ્મદ મુઈઝુ ભારતથી થયા નારાજ

નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં ભૂટાનને વધુ મહત્વ મળતા માલદીવને આંચકો લાગ્યો છે.

Top Stories World Breaking News

Budget 2024-25: નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સરકારે માલદીવને આંચકો આપ્યો છે. માલદીવને ફાળવવામાં આવતી રકમમાં ઘટાડો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે ચીન તરફ ઝુકાવતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ દ્વીપીય રાષ્ટ્રના રાષ્ટ્રપતિ બન્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ આવી ગયો છે. આ વર્ષના બજેટમાં ભારત સરકારે ભૂટાનને મહત્તમ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

આ વર્ષના બજેટમાં માલદીવ માટે 400 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. અગાઉ નાણાકીય વર્ષ 2023-2024 માટે આ રકમ રૂ. 770.90 કરોડ હતી, જેમાં રૂ. 370 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ વખતે ભારત નેપાળને 700 કરોડ રૂપિયાની બીજા નંબરની સૌથી વધુ સહાય આપી રહ્યું છે. 400 કરોડ સાથે માલદીવ ત્રીજા સ્થાને છે.

ભારત તરફથી અનુદાન મેળવતા ટોચના દેશો 
1. ભૂટાનઃ રૂ. 2,068.56 કરોડ
2. નેપાળઃ રૂ. 700 કરોડ
3. માલદીવ્સઃ રૂ. 400 કરોડ
4. મોરેશિયસઃ રૂ. 370 કરોડ
5. મ્યાનમારઃ રૂ. 250 કરોડ
6. શ્રીલંકાઃ રૂ. 245 કરોડ રૂ
7. અફઘાનિસ્તાનઃ રૂ 200 કરોડ
8. આફ્રિકન દેશઃ રૂ 200 કરોડ
9. બાંગ્લાદેશઃ રૂ 120 કરોડ
10. સેશેલ્સઃ રૂ 40 કરોડ

ભૂટાનને આપવામાં આવતી સહાયમાં ઘટાડોઃ
1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં માલદીવને આપવામાં આવેલી વિકાસ સહાયની રકમ 600 કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી. પરંતુ હવે આ ફાળવણી ઘટીને 400 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2024-25માં ભૂટાન માટે ફાળવવામાં આવેલી રકમ 2068 કરોડ રૂપિયા છે, જ્યારે ગયા વર્ષે આ રકમ 2398 કરોડ રૂપિયા હતી. આ સિવાય અફઘાનિસ્તાન સાથે પોતાના વિશેષ સંબંધો ચાલુ રાખતા ભારતે 200 કરોડ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કર્યો છે. પહેલા આ રકમ 220 કરોડ રૂપિયા હતી.

નોંધનીય છે કે આ વખતના બજેટમાં વિદેશ મંત્રાલયને કુલ 22,155 કરોડ રૂપિયા મળશે. ગયા વર્ષે 2023-24 માટે જે બજેટ નક્કી કરવામાં આવ્યું હતું તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે વર્ષે વિદેશી સરકારોને 5848.58 કરોડ રૂપિયા આપવાનો અંદાજ હતો. પરંતુ અંતે રૂ. 6,541.79 કરોડ આપવામાં આવ્યા હતા. 2024-25 માટે વિદેશી સરકારોને આપવામાં આવેલી સહાયનો અંદાજ 5,667.56 કરોડ રૂપિયા છે. આ વખતના બજેટમાં ભૂટાનને સૌથી વધુ 2,068.56 કરોડ રૂપિયા મળશે. જોકે, આ વખતે ગયા વર્ષ 2023-2024ના રૂ. 2,400 કરોડ કરતાં ઓછું છે.