Gujarat News/ ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક

ગુજરાત રાજ્ય ચોથા નાણાં પંચમાં રાજ્ય સરકારે ત્રણ પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક કરી છે

Top Stories Gujarat

Gujarat News : આ પંચના અધ્યક્ષ તરીકે યમલભાઈ વ્યાસની નિમણૂક થયા પછી હવે રાજ્ય સરકારે પંચમાં વધુ ૩ સભ્યો સાબરકાંઠાના  જયંતીલાલ દેવાભાઈ પટેલ, વડોદરાના સુનીલ સોલંકી અને ભાવનગરના અભયસિંહ ચૌહાણની નિમણૂક કરી છે.આ રાજ્ય નાણાં પંચના અન્ય એક સભ્ય અને સભ્ય સચિવ તરીકે  બી. પી. ચૌહાણ આઈ.એ.એસ.ની નિમણૂક ફેબ્રુઆરી-૨૦૨૫માં કરવામાં આવેલી છે.

નાણાં પંચના અધ્યક્ષ સહિત પાંચથી વધે નહીં એ રીતે સભ્યોની નિમણૂક સાથે રાજ્ય નાણાં પંચની રચના કરી શકવાની જોગવાઈ છે.રાજ્ય સરકારે અગાઉ અધ્યક્ષની નિમણૂક કર્યા પછી હવે વધુ ૩ સભ્યોની પૂર્ણકાલીન સભ્ય તરીકે નિમણૂક અને એક પૂર્ણકાલીન સભ્યની સભ્ય સચિવ તરીકે નિમણૂક કરતાં રાજ્ય નાણાં પંચમાં હવે પાંચ સભ્યોની નિયુક્તિ પૂર્ણ થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત પોલીસ રસ્તામાં ઉતરતાં અસમાજીક તત્વોમાં ફફડાટ

આ પણ વાંચો:ગુજરાત પોલીસ ગુનેગારોને કાયદાનો પાઠ ભણાવવા આજથી જોવા મળશે એક્શનમાં

આ પણ વાંચો:અસમાજીક તત્વોના આતંકને રોકવા ગુજરાત પોલીસ એક્શનમાં