Not Set/ ભારતમાં અલગ-અલગ ભાષાઓ હોવી તે આપણી નબળાઇ નથી : રાહુલ ગાંધી

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશ માટે કોઈ એક ભાષાની હિમાયત કરવા પર હવે તમામ રાજકીય પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કરતા કહ્યું કે ઘણી ભાષાઓ હોવી આ દેશની નબળાઇ નથી. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરતા લખ્યુ કે છે, ‘કન્નડ, ઉડિયા, મરાઠી, હિન્દી, તમિલ, અંગ્રેજી, ગુજરાતી, બંગલા, […]

Top Stories India

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા દેશ માટે કોઈ એક ભાષાની હિમાયત કરવા પર હવે તમામ રાજકીય પક્ષો તરફથી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે કરતા કહ્યું કે ઘણી ભાષાઓ હોવી આ દેશની નબળાઇ નથી. રાહુલ ગાંધીએ એક ટ્વીટ કરતા લખ્યુ કે છે, ‘કન્નડ, ઉડિયા, મરાઠી, હિન્દી, તમિલ, અંગ્રેજી, ગુજરાતી, બંગલા, ઉર્દૂ, પંજાબી, કોંકણી, મલયાલમ, તેલુગુ, આસામી, બોડો, ડોગરી, મૈથિલી, નેપાળી, સંસ્કૃત, કાશ્મીરી, સિંધી, સંથાલી, મણિપુરી… ભારતની આ અલગ-અલગ ભાષાઓ આપણી નબળાઇ નથી.’

https://twitter.com/RahulGandhi/status/1173586093830070277

દેશ આજે એક એવા સમયથી નીકળી રહ્યો છે કે જ્યારે મંદી મોટાભાગનાં સેક્ટરો પર હાવી થઇ ગઇ છે. ત્યારે આ પરિસ્થિતિ પર ધ્યાન ન કેન્દ્રીત કરતા અહી ભાષા કઇ હોવી જોઇએ તે વિષય પર ચર્ચાએ જોર પકડ્યુ છે. આપને જણાવી દઇએ કે, ગૃહ મંત્રી અમિત શાહે હિન્દી દિવસ નિમિત્તે કહ્યું હતું કે આજે જો એક ભાષા દેશને એકતાના દ્વારે બાંધવાનું કામ કરી શકે છે, તો તે સૌથી વધુ બોલાયેલી હિન્દી ભાષા છે. અમિત શાહનાં નિવેદનમાં તમિલનાડુ ડીએમકે અધ્યક્ષ એમ.કે.સ્ટાલિન, મક્કલ નીધિ મય્યમ (એમએનએમ) નાં સ્થાપક અને દિગ્ગજ અભિનેતા કમલ હસન અને કર્ણાટકનાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને કોંગ્રેસનાં નેતા સિદ્ધારમૈયા સહિતનાં અનેક વિપક્ષી નેતાઓએ તીવ્ર પ્રતિક્રિયાઓ આપી હતી.

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા હિન્દી ભાષાની હિમાયત કર્યા બાદ મક્કલ નીધિ મય્યમ (એમએનએમ) નાં સ્થાપક કમલ હસને સોમવારે હિન્દીને ‘લાદવાના’ કોઈપણ પ્રયાસનો વિરોધ કરતાં કહ્યું, ‘વિવિધતામાં એકતાનું એક વચન છે જે આપણે ભારતને પ્રજાસત્તાક બનાવ્યું ત્યારે કર્યું હતું. હવે, તે વચન કોઈ શાહ, સુલતાન અથવા બાદશાહ દ્વારા તોડાવું જોઈએ નહીં. અમે બધી

ભાષાઓનો આદર કરીએ છીએ, પરંતુ અમારી માતૃભાષા હંમેશા તમિલ રહેશે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.