Junagadh News/ જુનાગઢની હોટલમાં યુવકે કર્યુ આપઘાત, યુવતીનું રહસ્યમય રીતે નીકળી જવું

જુનાગઢમાં એક 24 વર્ષ યુવકએ વૈભવ હોટેલના એક રૂમમાં ઝેરી દવા પીને જીવનનો અંત આણ્યો…ઝેરી દવા પીધા પહેલા યુવતી હોટેલમાંથી નીકળી બહાર…પરિવારે કરી તપાસની માંગ…

Gujarat Others Breaking News

Junagadh News : જુનાગઢની એક હોટલમાં 24 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક યુવક એક યુવતી સાથે હોટલમાં ગયો હતો, પરંતુ થોડીવાર બાદ યુવતી અચાનક ગાયબ થઈ ગઈ હતી. થોડા સમય બાદ યુવક ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો.

જુનાગઢના વૈભવ હોટલમાં 24 વર્ષીય વિરેન પરમાર નામના યુવકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો. 24 ડિસેમ્બરે બપોરના સમયે વિરેન અને એક યુવતી હોટલમાં પ્રવેશ્યા હતા. થોડીવારમાં યુવતી હોટલમાંથી નીકળી ગઈ અને ત્યારબાદ જ્યારે તેણે જણાવીને ફોન કરવાનો પ્રયાસ કર્યો, તો યુવકે ફોન ન ઉપાડ્યો. પછી યુવતીએ હોટલના રિસેપ્શન પર ફરિયાદ કરી હતી, જ્યાં હોટલના સ્ટાફે રૂમનો દરવાજો તોડીને જોયું ત્યારે વિરેન ઝેરી દવા પીધેલી હાલતમાં પડ્યો હતો. તેને દવા પીધેલી હાલતમાં તાત્કાલિક સારવાર માટે જુનાગઢની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે હોટલના સીસીટીવી ફૂટેજ, રજીસ્ટર અને મૃતકના મોબાઈલની તપાસ કરી રહી છે. સાથે જ યુવતીની શોધખોળ પણ ચાલી રહી છે. મૃતકના પરિવારની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતકના પરિવારજનોએ અધિકારીઓ પાસેથી યોગ્ય અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ જુનાગઢ સિવિલ હોસ્પિટલની ઘોરબેદરકારી : વ્યક્તિ મરી ગયો હતો અને કહ્યું ફરાર છે

આ પણ વાંચોઃ જુનાગઢમાં સાંસદની ગ્રાન્ટ વેચાતી હોવાનો સરપંચનો ખુલાસો, જિલ્લા BJP મંત્રીને ટકાવારી આપવી પડે તેવી સરપંચની વેદના

આ પણ વાંચોઃ જુનાગઢમાં સતાધાર જગ્યાને લઈને વિવાદમાં મોટો ખુલાસો