Junagadh News : જૂનાગઢ મેંદરડાના રાજેસર ગામના સરપંચે સીધો આક્ષેપ કરીને જિલ્લા ભાજપ(BJP)ના મંત્રી ચિરાગ રાજાણી(Chirag Rajani) સામે ખુલીને મેદાને આવ્યા છે. અને કહ્યું હતું કે. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા(Mansukh Mandaviya) દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ સરપંચોને જોઈતી હોય તો ટકાવારી આપવી પડે આવા ગંભીર આક્ષેપો થતા જિલ્લા ભાજપ(BJP) મંત્રી અને અન્ય હોદેદારોમાં સોપો પડી ગયો છ. જૂનાગઢ જિલ્લાનું રાજકારણ ગરમાયુ છે.
મેંદરડા રાજેસર ગામના સરપંચ અશોક ચૌહાણે(Ashok Chuahan) વધુમાં કહ્યું હતું કે, તાજેતરમાં મેંદરડા તાલુકાના અનેક સરપંચોની એક બેઠક મળી હતી. જેમાં સાંસદ અને ધારાસભ્યની મળતી ગ્રાન્ટ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી અને આ બાબતે જયારે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી(Dinubhai Solanki)ના માલણકામાં આવેલા ફાર્મ હાઉસ ખાતે સરપંચો એકઠા થયા હતા અને પૂર્વ સાંસદ દિનુભાઈને સભ્યને મળતી ગ્રાન્ટ બાબતે ટકાવારી લેવાતી હોવાની વાત કરી હતી. ત્યારબાદ દિનુભાઈએ સમય હકીકત જાણીને પોરબંદર સાંસદના વિસ્તારમાં આવતા મેંદરડા તાલુકાના સરપંચો વતી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા(Mansukh Mandaviya)ને સમગ્ર હકીકત સાથે રજૂઆત કરી હતી અને સરપંચો હૈયા ધારણા આપી હતી.
હાલ તો જે સરપંચોએ જિલ્લા ભાજપ(BJP)ના મંત્રી ઉપર ગ્રાન્ટની ટકાવારી મુદ્દે ગંભીર આક્ષેપ કરતા જૂનાગઢ(Junagadh) જિલ્લાના રાજકારણ ગરમાવ માહોલ સર્જાયો છે. સમગ ગ્રાન્ટ મામલે રાજકારણ ગરમાયુ જોવા મળે છે. જુનાગઢ જીલ્લા ભાજપના મંત્રી ચિરાગ રાજાણી(Chirag Rajani) સામે ગંભીર આરોપ સરપંચો દ્વારા કરવામાં આવતા ભાજપના પદાધિકારીઓ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જયારે મેંદરડા તાલુકો સાંસદ મનસુખ માંડવીયા(Mansukh Mandaviya) અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી(Arvind) Ladani)નો મત વિસ્તાર છે. ત્યારે સરપંચોને ગ્રામ્ય લેવલે પ્રજાના હિતમાં કામ કરવા માટે સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટ અપાતી હોઈ છે. તેમાં પણ હવે ગ્રાન્ટમાંથી ટકાવારી વાત સામે આવતા તેના પડવા દિલ્હી સુધી પહોંચતા જૂનાગઢ જિલ્લા ભાજપ(BJP)માં અને પ્રદેશ ભાજપમાં હડકંપ મચ્યો છે.
આ પણ વાંચો: અમરેલી બાદ જુનાગઢ જીલ્લામાં ભાજપમાં ભડકો
આ પણ વાંચો: જુનાગઢ: ભાજપમાં યોજાયો ભરતીમેળો, માણાવદરના પૂર્વ ધારાસભ્ય સહિત 400 કોંગ્રેસ કાર્યકરો જોડાયા ભાજપમાં