Ahmedabad News: અમદાવાદમાં બાંધકામની સાઈટ પરની આસપાસની મિલકતોને નુકસાન ના થાય માટે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. આ માર્ગદશિકા મુજબ નાગરિકો અને તેમની મિલ્કતોને થતા નુકશાન ટાળવા તેમજ વાહન વ્યવહાર જળવાય તે માટેના સૂચનો કરવામાં આવ્યા છે.
બાંધકામની સાઈટો પર મોટાભાગે ટાવર ક્રેઇનના ઉપયોગ થતો હોય છે. બાંધકામ સ્થાન પર કામ કરતા મજૂરો દ્વારા આ ટાવર ક્રેઇનના ઈન્સ્ટોલેશન/ ઓપરેશન ની કામગીરી થતી હોય છે. દરમ્યાન કેટલીક વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે. મ્યુનિસિપલ કમિશનરે ટાવર ક્રેઇનના વપરાશ અંગે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ એસ્ટેટ વિભાગ ઘ્વારા બાંધકામની વિકાસ પરવાનગી અપાયેલ હોય અને બાંધકામની કામગીરી માટે કન્સ્ટ્રકશન સાઈટ પર સ્થળે કોઇ પણ પ્રકારની ટાવર ફ્રેન ઈન્સ્ટોલેશન/ઓપરેશન કરવાની થતી હોય તેવા કિસ્સામાં કન્સ્ટ્રકશન માટેની ટાવર કેન ઇન્સ્ટોલેશન માટે ફેકટરી એકટ 1948 મુજબ સેફટી રિપોર્ટ અને સેફ્ટી સર્ટિફિકેટ રજાચિઠ્ઠી સાથે રજૂ કરવાના રહેશે.
માલિક/ ડેવલોપર્સ વિગેરે દ્વારા ટાવર કેનના ઇરેક્શન, હાઈટ ડિસમેન્ટલ અને ઓપરેશન અંગે માન્ય સ્ટ્રક્ચરલ એન્જીનીયરની દેખરેખ હેઠળ ટાવર ક્રેનના ટેકનીકલ સ્ટાફ ટીમની હાજરીમાં સુપરવાઇઝિંગ એન્જિનીયરના માર્ગદર્શન હેઠળ કરવાના રહેશે તથા ટાવર કેન અને તેના પાર્ટસની સલામતીના રિપોર્ટ રજૂ કરવાના રહેશે. ટાવર કેનનો ઉપયોગ પ્લોટ હદની બહાર થતો હોય તેમજ કામગીરી દરમિયાન ટ્રાફિકને અસર થાય તેમ હોય તો જરૂર જણાવે પોલીસ કલીયરન્સ મેળવી લેવાનું રહેશે,
ઓવરહેડ ઇલેકટ્રીક લાઈન, હાઈ ટેન્શન મીડ લાઈન, ઓઈલ/ ગેસ વિગેરે પાઈપલાઈનોથી નિયત કન્ટ્રોલલાઈન મુજબનું સલામત અંતર જાળવીને ટાવર ક્રેનનું ઈન્સ્ટોલેશન અને ઓપરેશન કરવાનું રહેશે. ટાવર કેનના ઉપરના ટોચનાં ભાગમાં એરક્રાફ્ટ વોર્નિંગ લાઈટ જોગવાઈ કરવાની રહેશે.તથા વખતોવખત તેનું ચેકીંગ કરવાનું રહેશે. ટાવર કેન અંગે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર સલામતી અંગે જરૂરી કોર્ડન/સલામતીની સંજ્ઞાઓ(સાઈનેજ) વિગેરેનું સ્થળે ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે.
અમદાવાદ મ્યુનિસિલ વિસ્તારની હદમાં આવેલ બાંધકામની સાઈટો પર થતા કામમાં ટાવર કેનના વપરાશ દરમિયાન આજુબાજુની મિલકતો અને નાગરિકોને નુકસાન થશે તો સંપૂર્ણ જવાબદારી ટાવર કેન સંચાલકો તથા માલિક/ ડેવલોપર્સની રહેશે.
આ પણ વાંચો:જામનગરમાં જર્જરિત ઈમારત થઈ ધરાશાયી
આ પણ વાંચો:અરવલ્લીમાં બાંગ્લાદેશી યુવક ઝડપાયા બાદ થયા મોટા ખુલાસા
આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનથી રાજ્યનાં પાંચ લાખ કર્મચારીઓને થશે સીધો ફાયદો
