Rajkot News : રાજકોટમાં નાકરાવાડીમાં કચરાના નિકાલ મુદ્દે મેયરનું નિવેદન સામે આવ્યું છે. કચરાના નિકાલ મુદ્દે મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ત્રણ ફેઝમાં કચરા નિકાલની કામગીરી ચાલી રહી છે.તે સિવાય હાલમાં બે ફેઝનું કામ પુરૂ થઈ ગયું હોવાનું પેઢડિયાએ વધુમાં જણાવ્યું હતું. હજી એક ફેઝનું કામ ચાલી રહ્યું છે. ઉપરાંત જે એજન્સીને કામ સોંપ્યું હતું કેણે કામમાં વિલંબ કર્યો હોવાનું સામે આવ્યું છે.
જેને કારણે આ એજન્સીને પેનલ્ટી આપવામાં આવી છે. તે સિવાય આંકડાઓ અંગે પણ અધિકારીઓને પુછવામાં આવશે, એમ નયનાબેને જણાવ્યું હતું. ઉપરાંત એજન્સીને બોલાવીને ભુલ હશે તો ખુલાસો પણ પુછવામાં આવશે.
આ પણ વાંચો:અમદાવાદ સ્થિત નારોલના હોમગાર્ડ ઇન્ચાર્જનો ઓડિયો વાયરલ
આ પણ વાંચો:અમદાવાદમાં ધોળકા-બાવળા રોડપર ગમખ્વાર અકસ્માત, યુવકનું નિપજયું મોત
આ પણ વાંચો:અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાયો વેપારી, સોનાના ઘરેણાં સહિત 5 લાખની લૂંટ
