@સાગરસંઘાણી
Jamnagar News: જામનગર નજીક ઢીંચડામાં રહેતા ૧૫ વર્ષના તરુણ પર કોઈ અજ્ઞાત શખ્સે ધારદાર હથિયાર વડે ગળાના ભાગે બન્ને હાથ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતાં તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે હુમલા અંગેનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ઢીચડા ગામમાં રહેતા હરદેવભાઇ નારોલા નામના તરુણ ઉપર કોઈ અજ્ઞાત શખ્સે ધારદાર હથિયાર વડે ગળાના ભાગે તેમજ બંને હાથના કાંડાના ભાગે હુમલો કરી દેતાં લોહી લુહાણ બન્યો હતો, અને તેને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, અને ત્યાં તેના પર શસ્ત્રક્રિયા ચાલી રહી છે.
આ બનાવ અંગે ઇજાગ્રસ્ત ના કાકા નરેશભાઈ પ્રેમજીભાઈ નારોલાએ પોતાના ભત્રીજા પર જીવલેણ હુમલો કરવા અંગે અજ્ઞાત શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીનો ભત્રીજો હરદેવ તેના ઘર પાસે રમતો હતો, જે દરમિયાન એક જ અજાણ્યો માણસ નાના બાળકોને મારતો હતો. જેને અટકાવવા જતાં તેના પર ધારદાર હથિયાર વડે હુમલો કરી દીધા નું પોલીસમાં જાહેર કરાયું છે. બેડી મરીન પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. વી.એસ.પોપટે અજાણ્યા શખ્સ સામે આઇપીસી કલમ ૩૨૬, ૩૨૪ તેમજ જી.પી.એક્ટ. કલમ ૧૩૫(૧) મુજબ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં વરરાજાએ કર્યુ હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ
આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્
આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી
