Surat News/ સુરત ઉધના સ્ટેશન પર સ્થિતિ બેકાબૂ,16 કલાકની લાઈન બાદ લોકો બાઉન્ડ્રી કૂદ્યા

Suratના ઉધના રેલવે સ્ટેશન પર વતન જવા નીકળેલા મુસાફરોની ભારે ભીડ ઉમટી. 3 કિમી લાંબી લાઈન, ગરમીમાં મુસાફરો બેભાન અને પોલીસના લાઠીચાર્જથી અફરાતફરી.

Top Stories Gujarat Surat
Surat Udhna Railway Station Crowd

Surat Udhna Railway Station Crowd: ઉનાળાનું વેકેશન શરૂ થતા જ સુરતમાં વસતા પરપ્રાંતીયોએ વતનની વાટ પકડી છે, પરંતુ રેલવે તંત્રના નબળા આયોજનને કારણે આજે ઉધના રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરી સર્જાઈ હતી. કલાકો સુધી ભૂખ્યા-તરસ્યા લાઈનમાં ઊભા રહેલા મુસાફરોની ધીરજ ખૂટતા સ્ટેશન પર ભાગદોડ મચી હતી. ભીડ એટલી વિકરાળ હતી કે સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

16 કલાકની કતાર અને 3 કિમી લાંબી લાઈન

ઉધના સ્ટેશનની બહાર મુસાફરોની કતાર 3 કિલોમીટર સુધી લાંબી પહોંચી હતી. અંદાજે 7000થી વધુ મુસાફરો ટ્રેનની પ્રતીક્ષામાં હતા, જેની સામે માત્ર બે જ ટ્રેન ઉપલબ્ધ હોવાથી અફરાતફરી મચી હતી. અસહ્ય ગરમી અને ગૂંગળામણને કારણે લાઈનમાં ઊભેલા બે મુસાફરો બેભાન થઈ ગયા હતા, જ્યારે અનેક લોકો ગરમીથી બેહાલ થયા હતા.

પરપ્રાંતીયોની લાચારીના વરવા દ્રશ્યો

સ્ટેશન પર પીવાના પાણીની વ્યવસ્થા ખોરવાતા લોકો પાણીની બોટલો માટે એકબીજા પર તૂટી પડ્યા હતા. આ ભીડમાં એક અત્યંત કરુણ દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં એક યુવક પોતાની પત્નીની અસ્થિઓ હાથમાં લઈને ટ્રેનમાં ચઢવા માટે કલાકો સુધી સંઘર્ષ કરતો રહ્યો હતો. લોકો રેલવેની બાઉન્ડ્રી કૂદીને ટ્રેનમાં પ્રવેશવા મજબૂર બન્યા હતા, જેને રોકવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો.

Surat: રેલવે તંત્રની કામગીરી સામે સવાલો

મુસાફરોનો આક્ષેપ છે કે રેલવે તંત્ર દર વર્ષે સર્જાતી આ ભીડ અંગે અગાઉથી કોઈ આયોજન કરતું નથી. 16-16 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ટ્રેનમાં જગ્યા ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

રેલવે ડીવાયએસપી (DySP) દીપક ગૌડે જણાવ્યું હતું કે, “અપેક્ષા કરતા મુસાફરોની સંખ્યા ઘણી વધારે છે. અમે લોકોને શાંતિ જાળવવા અને નાની વયના બાળકો તેમજ મહિલાઓ સાથે આ ગરમીમાં બિનજરૂરી ન રોકાવા વિનંતી કરી છે. જો નવી સ્પેશિયલ ટ્રેન જાહેર થશે તો તુરંત જાણ કરવામાં આવશે.”


આ પણ વાંચો:સુરતમાં સોનામાં રોકાણના નામે 99 લાખની છેતરપિંડી, આરોપી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

આ પણ વાંચો:સુરતમાં કાપડના વેપારી સાથે રૂ. 28.69 લાખની છેતરપિંડી

આ પણ વાંચો: સુરતમાં ONGC નોકરીના નામે 32 લાખની મોટી છેતરપિંડી