Not Set/ સુરત/  ટોસિલિઝુમેબ ઇન્જેકશન મામલે ત્રણ ડોક્ટરોની કમિટી, આ રીતે ફાળવશે ઇન્જેક્શન

સુરત શહેરમાં સતત કોરોના કેસમાં વધારો સામે આવી રહ્યો છે. ત્યરે કોરોના કેસમાં જીવન રક્ષક ગણાતા ટોસિલીઝુમેબ ઇન્જેક્શના કળા બજારનો મામલો પણ ગરમાયો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને  રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્સન ડોક્ટર લખી આપે છે. આ ઈન્જેક્શન સિવિલ સિવાય મળતાં […]

Gujarat Surat

સુરત શહેરમાં સતત કોરોના કેસમાં વધારો સામે આવી રહ્યો છે. ત્યરે કોરોના કેસમાં જીવન રક્ષક ગણાતા ટોસિલીઝુમેબ ઇન્જેક્શના કળા બજારનો મામલો પણ ગરમાયો છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં વપરાતા રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને  રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ ઈન્જેક્સન ડોક્ટર લખી આપે છે. આ ઈન્જેક્શન સિવિલ સિવાય મળતાં નથી. આજે દર્દીના સંબંધીઓએ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ બહાર ઈન્જેક્શન માટે ઘરણાં પર બેસી ગયા હતા.

ત્યારે સુરત કલેકટર દ્વારા તાત્કાલિક ધોરણે એક કમિટીની રચના કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં માંથી ઇન્જેક્શન પ્રિપરિક્ષણ કરવું હોય તો સિવિલમાં જાણ કરવાની રહેશે. ખાનગી હોસ્પિટલના પ્રિસ્ક્રિપ્શનના આધારે તથા હિસ્ટ્રીના આધારે ડો. સમીર ગામી, ડો.અલ્પેશ પરમાર અને ડો. દિપક શુકલાની કમિટી નિર્ણય કરીને ઈન્જેક્શન ફાળવશે તેમ જિલ્લા ક્લેક્ટર દ્વારા પત્ર બહાર પાડીને જાહેર કરવામાં આવ્યું છે. સાથે સિવિલ હોસ્પિટલમાં મેલ કરવાનો રહેશે.

ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યુઝ, સુરત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.