Festival/ મકરસંક્રાંતિ પર છવાયો કોરોના, આ પતંગ બજારમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાતા તેમજ ડીજેના તાલે ગુમતા જામફળ, બોર, ચીકીની જયાફત માણતા પતંગ રસિયાઓના મનગમતા એવા ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે…

Ahmedabad Gujarat
Makar 125 મકરસંક્રાંતિ પર છવાયો કોરોના, આ પતંગ બજારમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

@મોહસીન દાલ, મંતવ્ય ન્યૂઝ – પંચમહાલ

આકાશમાં રંગબેરંગી પતંગોથી છવાતા તેમજ ડીજેના તાલે ગુમતા જામફળ, બોર, ચીકીની જયાફત માણતા પતંગ રસિયાઓના મનગમતા એવા ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જિલ્લાના બજારોમાં અવનવી અને વિવિધ વેરાયટી વાળી પતંગોની માંગ વધતી જતી હોય છે.

Makar 127 મકરસંક્રાંતિ પર છવાયો કોરોના, આ પતંગ બજારમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

વર્ષ ૨૦૨૦૨માં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો અને લોકડાઉન થયુ. લોકો કોરોનાથી સક્રમિત બન્યા અને મોતને પણ ભેટ્યા. હાલમાં બજારમાં કોરોનાની જાગૃતિનો સંદેશો ફેલાવતી પતંગો બજારમા જોવા મળી રહી છે. જો બકા કોરોના સે ડરના નહી. માસ્ક પહેરો, કોરોના સંક્રમણથી બચો, સોશિયલ ડીસટન્સ રાખો સહિતના લખાણવાળી પતંગો બજારમા હાલમા જોવા મળી રહી છે. આમ કોરોનાએ પણ પતંગ પર સ્થાન લીધુ છે. પંચમહાલ જીલ્લામા આગામી ઉત્તરાયણ પર્વને લઈને પતંગ રસિકોમા ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પણ આ વખતે સરકારની માર્ગદર્શિકા મુજબ ઉતરાયણ પર્વને લઈને કોરોનાના સંક્રમણ ન વધે તે માટે નિયમોનું પાલન કરવાનું રહેશે. તેના કારણે પતંગરસિયાઓ થોડા મુંઝવણમાં પણ જોવા મળી રહ્યા છે.

Makar 126 મકરસંક્રાંતિ પર છવાયો કોરોના, આ પતંગ બજારમાં બન્યા આકર્ષણનું કેન્દ્ર

સામાન્ય રીતે ગુજરાતમાં ઉતરાયણ પર્વની ઉજવણી પરિવાર સગાસબંધી મિત્ર વર્તુળ સાથે ભેગા મળીને કરવામા આવે છે. આ વખતે સરકારની માર્ગદર્શિકા મુજબ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના ગોધરા, શહેરા,કાલોલ અને હાલોલ સહિતના બજારોમાં વિવિધ જગ્યાઓ પતંગોની રેકડી ખુલી જવા પામી છે. હાલમાં કોરોનાને બજારમાં મંદીનો માહોલ છે. પંતગ દોરાના ભાવમાં પણ ખાસ વધારો નથી. છતાં વેપારીઓ સારી ઘરાકીની આશા રાખી બેઠા છે.

Panchmahal: આવતીકાલે શાળાઓ પુનઃ શરૂ થવા પ્રસંગે મંત્રી જયદ્રથસિંહ પરમાર …

Ahmedabad: પુત્રનાં જન્મદિવસનાં 2 દિવસ પહેલા પરિણીતાએ મોતને કર્યુ વ્હાલ…

Gujarat: કોણ કહે છે કે માનવતા મરી પરવારી, જુઓ સાવલીનો આ કિસ્સો…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો