Politics/ ગુજરાતમાં મહિલાઓને ટિકિટ ફાળવણીમાં કોણ આગળ, કોંગ્રેસ કે BJP?

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને લઇને ભારે ગતિવિધિઓ ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ હોય કે ભાજપ (BJP) કે અન્ય કોઇપણ પક્ષ, મહિલાઓ સરખે ભાગે ફિલ્ડમાં ઊતરીને કામ કરતી જોવા મળી રહી છે. જોકે જ્યારે ટીકીટ ફાળવણીની વાત આવે તો મહિલાઓને સાઈડ લાઈન કરવામાં આવે છે.ગત ચુંટણીમાં કેટલી મહિલાઓને ટીકીટ આપી કોણ જીત્યું ને કોણ હાર્યું આવો જોઈએ

Gujarat Others
BJP

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ વનાથી શ્રીનિવાસન ગુજરાતના પ્રવાસે આવ્યા હતાં. તેમણે મહિલાઓને વધુમાં વધુ BJP સાથે જોડાવાની વાત કરી હતી. લોકસભા 2019 અને ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ વખતે ભાજપે કહ્યું હતું કે, આ ચૂંટણીઓમાં મહિલાઓનો ભાગ મહત્વનો રહ્યો છે. ટ્રીપલ તલાક બીલ, ઉજ્જ્વલા યોજના, જન-ધન યોજના, ફ્રી રાશન વગેરેથી મહિલાઓને સૌથી વધુ લાભ થયો છે. જો કે ગુજરાતની વાત કરીએ તો મુખ્ય બે રાજકીય પાર્ટીઓ ભાજપ અને કોંગ્રેસ મહિલાઓને ટીકીટ આપવામાં ખૂબ પાછળ છે. કોંગ્રેસના સુપ્રીમો સોનિયા ગાંધી હોવા છતાં કોંગ્રેસ મહિલાઓને ટીકીટ આપવામાં ભાજપ કરતા પણ પાછળ છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50 ટકા સ્થાન મહિલાઓ માટે અનામત છે. જો કે લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓમાં ભારતના બંધારણ પ્રમાણે તેવી કોઈ જોગવાઈ નથી.

છેલ્લી બે વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસ અને ભાજપે કેટલી મહિલાઓને ટીકીટ આપી ?

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 2017 ની ચૂંટણીઓમાં ભાજપે 12 મહિલાઓને ટીકીટ આપી હતી. જ્યારે કોંગ્રેસે 10 મહિલાઓને ટીકીટ આપી હતી. આમ બંને પક્ષોના થઈને કુલ 364 ઉમેડવારોમાંથી ફક્ત 22 જ મહિલાઓ  હતી. જે ફક્ત 06.04 ટકા જેટલી થવા જાય છે. આ ચૂંટણીઓમાં ભાજપમાંથી 09 જ્યારે કોંગ્રેસમાંથી 04 મહિલાઓ વિજયી થઈ હતી. બીજી તરફ ભાજપની ટીકીટ પર 03 મહિલાઓ પરાજિત થઈ હતી. જ્યારે કોંગ્રેસની 06 મહિલા ઉમેદવાર પરાજિત થઈ હતી.

a 92 ગુજરાતમાં મહિલાઓને ટિકિટ ફાળવણીમાં કોણ આગળ, કોંગ્રેસ કે BJP?

જો 2012 વિધાનસભાની ચૂંટણીઓની વાત કરીએ તો બંને પક્ષોએ મળીને કુલ 34 મહિલાઓને ટીકીટ આપી હતી. જેમાંથી BJP એ 20 મહિલાઓને અને કોંગ્રેસે 14 મહિલાઓને ટીકીટ આપી હતી. BJP માંથી 13 મહિલાઓનો વિજય અને 07 મહિલાઓનો પરાજય થયો હતો. જ્યારે કોંગ્રેસમાંથી 04 મહિલા ઉમેદવાર વિજયી અને 10 મહિલાઓ પરાજિત થઈ હતી. આમ , 2012 કરતા 2017 માં મહિલા ઉમેદવારોને ઓછી ટીકીટો પાર્ટી તરફથી ફાળવવામાં આવી હતી.

વિધાનસભા ચુટણી 2017 માં કઈ મહિલાઓને કઈ બેઠક પરથી ટીકીટ મળી ?

ભાજપે આપેલી ટીકીટ પર વિજયી ઉમેદવારની યાદી

ભુજથી નીમાબેન આચાર્ય,ગાંધીધામથી માલતીબેન મહેશ્વરી (SC),ગોંડલથી ગીતાબેન જાડેજા,ભાવનગર પૂર્વથી વિભાવરીબેન દવે,કલોલ (પંચમહાલ-ST) થી સુમાનબેન ચૌહાણ,વડોદરા શહેરમાંથી મનીષા વકીલ (SC),અકોટાથી સીમા મોહિલે,લીંબાયતથી સંગીતા પાટીલ,ચોર્યાસીથી ઝંખના પટેલ.

a 93 ગુજરાતમાં મહિલાઓને ટિકિટ ફાળવણીમાં કોણ આગળ, કોંગ્રેસ કે BJP?

ભાજપની હારેલી મહિલા ઉમેદવાર

ખેડબ્રહ્માથી રમીલાબેન બારા (ST),વિરમગામથી તેજશ્રીબેન પટેલ,આણંદના અંકલાવથી હંસાકુંવરબા

કોંગ્રેસની જીતેલી મહિલા ઉમેદવાર

રાપરથી સંતોકબેન આરેઠીયા,વાવથી ગેનીબેન ઠાકોર,ઊંઝાથી આશા પટેલ, ગરબાડાથી ચંદ્રિકાબેન બારૈયા (ST)

a 94 ગુજરાતમાં મહિલાઓને ટિકિટ ફાળવણીમાં કોણ આગળ, કોંગ્રેસ કે BJP?

કોંગ્રેસની હારેલી મહિલા ઉમેદવાર

દહેગામથી કામિનીબા રાઠોડ,સાણંદથી પુષ્પાબેન ડાભી,મણિનગરથી શ્વેતા બ્રહ્મભટ્ટ,ભાવનગર પૂર્વથી રાઠોડ નીતાબેન,ઉમરેઠથી કપિલાબેન ચાવડા,નવસારીથી ભાવના પટેલ

મહિલા સામે મહિલા ઉમેદવાર 

2017 ની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાવનગર પૂર્વ જ એક એવી બેઠક હતી. જ્યાં મહિલા સામે મહિલા ઉમેદવાર રેસમાં હતાં. અહીંથી ભાજપના વિભાવરીબેન દવેએ કોંગ્રેસના નીતાબેન રાઠોડને પરાજય આપ્યો હતો. 2012 માં પણ વિભાવરીબેન અહીંથી ચૂંટાઈ આવ્યા હતા. તેઓ ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ પ્રધાન રહી ચૂક્યા છે.

a 94 1 ગુજરાતમાં મહિલાઓને ટિકિટ ફાળવણીમાં કોણ આગળ, કોંગ્રેસ કે BJP?

2017 ની ચૂંટણીઓમાં કોંગ્રેસમાંથી આશા પટેલ ઊંઝા બેઠક પરથી જીત્યા હતાં. બાદમાં તેમને પક્ષપલટો કરતા 2019 માં પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે તેમને ટીકીટ આપતા તેઓ ફરી આ બેઠક પરથી ચૂંટાયા હતા. જો કે થોડા સમય અગાઉ તેમનું નિધન થતા આ બેઠક ખાલી પડી છે.

મોરવાહડફ બેઠક પર 2017માં જીતેલા ભૂપેન્દ્રસિંહ ખાંટનું નિધન થતા અહીં 2021માં પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર નિમિષાબેન સુથાર વિજેતા બન્યા હતાં. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ રાજ્યકક્ષાના આદિજાતિ  વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ તબીબી શિક્ષણ પ્રધાન છે.

આ પણ વાંચો: કુલ કેટલા મત મળે તો BJP 150 પાર જાય? આ છે ભાજપનું મત ગણિત…

આ પણ વાંચો:BJPએ તમામ સેલને કર્યા સક્રિય,પોલિસી રિસર્ચ ટીમને સોંપી મહત્વની કામગીરી…

આ પણ વાંચો:OBC સમાજ પર BJPએ કેમ ફોક્સ વધાર્યું ?