Politics/ OBC સમાજ પર BJPએ કેમ ફોક્સ વધાર્યું ?

આગામી ચુંટણીને લઈને BJP તમામ દિશા માંથી જોર આપી રહી છે. ગત ચુંટણી દરમિયાન પાટીદારો સાથે નહોતા અને આગામી ચુંટણી દરમિયાન પણ પાટીદારો સાથે ના રહે તો કોના આધારે ચુંટણી જીતી શકાય? જેને લઈને BJPએ OBC પર ફોકસ વધાર્યું છે.અને આ સમાજને ખુસ કરવા કવાયત ચાલી રહી છે 

Gujarat Others Politics
BJP

સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત આ બંને વિસ્તારમાં ઘણી સીટો પર OBC મતદારો નિર્ણાયક સાબિત થાય છે  આ મતદારો પૈકી મોટાભાગ ના વિસ્તારમાં બીજેપીને નુકશાન થાય છે કારણ કે OBC સમાજની મોટા ભાગની કોમ કોંગ્રેસ તરફે રહે છે જેના કારણે કોંગ્રેસ વગર મહેનતે પણ સીટો જીતી શકે છે.અને એટલે જ BJP કરતા કોંગ્રેસ OBCને વધારે મહત્વ આપે છે આ સમાજને સાચવે છે અને ટીકીટ ફાળવણી પણ વધારે કરે છે વર્ષ 2012 માં કે 2017 દરમિયાન OBC ને ટીકીટ આપવામાં કોંગ્રેસ અગ્ર સ્થાને હતી

ભાજપે OBC માં આવતા ક્યાં સમાજને કેટલી ટીકીટ ફ્લાવી ?

વર્ષ 2012 માં BJPએ ચૌધરી સમાજને 9 , કોળી સમાજને 10 , ઠાકોર સમાજને 8 , આહીર સમાજને 5 મેર સમાજને 2 અને અન્ય ઓબીસી સમાજને 13 મળી કુલ 47 ટીકીટ OBC કોટામાં ફાળવી હતી

તો આ તરફ વર્ષ 2012 માં કોંગ્રેસે ફાળવેલી ટીકીટ પર નજર કરીએ તો 

ચૌધરી સમાજને 12 , કોળી સમાજને 9 , ઠાકોર સમાજને 13 , આહીર સમાજને 6 મેર સમાજને 1 અને અન્ય ઓબીસી સમાજને 16 મળી કુલ 57 ટીકીટ OBC કોટામાં ફાળવી હતી

એટલે કે BJP કરતા કોંગ્રેસે 10 ટીકીટ વધારે આપી હતી

વર્ષ 2017 માં બીજેપીએ

ચૌધરી સમાજને 3 , કોળી સમાજને 17 , ઠાકોર સમાજને 9 , આહીર સમાજને 3 મેર સમાજને 2 અને અન્ય ઓબીસી સમાજને 23 મળી કુલ 57  ટીકીટ OBC કોટામાં ફાળવી હતી

તો આ તરફ વર્ષ 2017 માં  કોંગ્રેસે ફાળવેલી ટીકીટ 

ચૌધરી સમાજને 2 , કોળી સમાજને 4 , ઠાકોર સમાજને 16 , આહીર સમાજને 4 મેર સમાજને 2 અને અન્ય ઓબીસી સમાજને 37 મળી કુલ 65  ટીકીટ OBC કોટામાં ફાળવી હતી

એટલે કે બીજેપી કરતા કોંગ્રેસે 8 સીટ વધારે ફાળવી હતી..

એટલે કે 2012ની સ્થિતિ એ કોંગ્રેસ અને BJPએ ચૌધરી સમાજની ટીકીટ કાપી અને ઠાકોર અને કોળીને મહત્વ આપ્યું હતું

આમ તો ગુજરાતમાં OBC સમાજના કુલ મતદારો 40 ટકાથી વધારે છે પરંતુ ટીકીટ ફાળવણી માં બીજેપી OBC ને કોંગ્રેસની સ્થિતિએ ઓછી સીટ ફાળવે છે પરંતુ સરેરાસ બીજેપી આ સમાજ પર ફોકસ વધારી રહ્યું છે

કારણ કે ઉજળીયાત મતદારો કે જે વર્ષોથી બીજેપી તરફે રહ્યા છે તે ધીમે ધીમે સરકી રહ્યા છે જેથી બીજેપીને અન્ય સમજો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.સાથે જ BJPને ડર છે કે પાટીદારો સમાજના વોટ તૂટી શકે છે અને એટલે જ BJPએ ઓબીસી અને દલિત સમાજ પર ફોકસ વધારી દીધું છે.

આ પણ વાંચો:અમેરિકનોને જાહેરમાં બંદૂકો રાખવાનો અધિકાર છે

આ પણ વાંચો: કુલ કેટલા મત મળે તો BJP 150 પાર જાય? આ છે ભાજપનું મત ગણિત…

આ પણ વાંચો:BJPએ તમામ સેલને કર્યા સક્રિય,પોલિસી રિસર્ચ ટીમને સોંપી મહત્વની કામગીરી…