ગુજરાત/ અંબાજી મેળો રદ કરવાનો લેવાયો નિર્ણય, ગૃહ વિભાગે કર્યો આદેશ

અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ આદેશ ગૃહ વિભાગે કર્યો છે. પદયાત્રીઓ અને સંઘને મંજૂરી નથી.

Top Stories Gujarat Others
11 71 અંબાજી મેળો રદ કરવાનો લેવાયો નિર્ણય, ગૃહ વિભાગે કર્યો આદેશ
  • અંબાજી મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો
  • ગૃહ સચિવએ લીધો નિર્ણય
  • 25 સપ્ટે. સુધી મંદિર બંધ રાખવા નિર્ણય
  • સંઘને મંજૂરી ન આપવા આદેશ
  • જિલ્લા પોલીસવડાને કર્યો આદેશ
  • ભીડ ભેગી ન થયા તે માટે તકેદારી રાખવા આદેશ

રાજ્યનાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાવિ ભક્તોનું આવવાંનુ શરૂ થઇ ગયુ છે. જો કે મળી રહેલી માહિતી અનુસાર, અંબાજીમાં ભાદરવી પૂનમનાં મેળાને રદ  કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો આદેશ ગૃહ વિભાગે કર્યો છે. જેમાં ગૃહ વિભાગનાં આદેશમાં જણાવવામાં આવ્યું છે કે પદયાત્રીઓ અને સંઘને મંજૂરી આપવામાં આવી નથી. તેમજ માત્ર બાધા આખડી માન્યતા હોય તેમને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ અંગે જિલ્લા પોલીસવડાને આદેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  લીંબડી હાઈવે પર નિર્માણાધીન ઓવર બ્રિજના ખાડામાંથી લાશ મળી હત્યા, આત્મહત્યા કે દુર્ઘટના? રહસ્ય અકબંધ

આપને જણાવી દઇએ કે, સામાન્ય રીતે ભાદરવી મેળામાં જેમ જેમ દિવસ વધે એ રીતે ભાવિ ભક્તોની ભીડ વધે છે પરંતુ હાલમાં મેળામાં ભાવિ ભક્તોની ભીડ ક્યાંય જોવા મળી રહી નથી. જણાવી દઇએ કે, અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો છેલ્લી ઘડીએ ગૃહવિભાગ દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે. રાજ્યમાં ભલે કોરોનાનાં કેસ ઘટી ગયા હોય પણ કોરોના ગયો નથી હજુ પણ કોરોનાનાં કેસ આવતા જ રહે છે. તેવામાં અંબાજીનાં ભાદરવી પૂનમનાં મેળા પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જણાવી દઇએ કે, ભાદરવી પૂનમ નિમિત્તે કોઈ મોટા સંઘો કે મોટી ધજાઓ ચડાવવા વાળા માઇભક્તો પણ રસ્તા ઉપર નથી દેખાયા. મંદિરમાં દર્શન કરવા માટે જે ડોમ બનાવવામાં આવ્યો છે ત્યાં પણ ભીડ કે દર્શન માટેની લાઈનો નથી. પાંચ પચ્ચીસના જૂથમાં આવતા સંઘોની નહિવત સંખ્યામાં અંબાજીના માર્ગો ઉપર  જોવા મળી હતી.

આ પણ વાંચો – ધરતીકંપ / દક્ષિણ પશ્ચિમ ચીનમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6 નોંધાઇ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જો કે હજુ પણ ત્રીજી લહેરને લઇને દેશનાં વૈજ્ઞાનિકો સતત સાવધાની રાખવાની સલાહ આપતા રહે છે. જણાવી દઇએ કે, કોરોના મહામારી ને ધ્યાને રાખી અંબાજી મંદિર ને ક્યારેય પણ બંધ  કરી દેવામાં આવી શકે તેમ હતું પરંતુ હમણાની પરિસ્થિતિ ને જોઈ મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિર ને ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે જેને લઇ ભક્તો નિરાંતે માં અંબા ના દર્શન નો લ્હાવો લઈ શકે.