Not Set/ અમદાવાદ મધ્યસ્થ જેલમાં રસીકરણ, 81 પુરુષ અને મહિલા કેદીઓને અપાઇ કોરોનાની રસી

સરકારની ગાઈડલાઈન મુજબ ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓની સાથે-સાથે 45 વર્ષ સુધીના તમામ બંદીવાન ભાઈ બહેનોને રસીકરણ કરવામાં આવ્યું હતું

Ahmedabad Gujarat
4 અમદાવાદ મધ્યસ્થ જેલમાં રસીકરણ, 81 પુરુષ અને મહિલા કેદીઓને અપાઇ કોરોનાની રસી

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

અમદાવાદ મધ્યસ્થ જેલમાં વધી રહેલા કોરોનાવાયરસ ને ધ્યાનમાં રાખીને રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જેલમાં સજા કાપી રહેલા બંદીવાન ભાઈઓ અને બહેનોને આજે કોરોના રસી આપવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલમાં રસીકરણ માટે આવેલી તબીબોની ટીમે આજે 81 લોકોને રસી આપી હતી.

3 અમદાવાદ મધ્યસ્થ જેલમાં રસીકરણ, 81 પુરુષ અને મહિલા કેદીઓને અપાઇ કોરોનાની રસી

સરકારની ગાઈડલાઈન મુજબ ૬૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓની સાથે-સાથે 45 વર્ષ સુધીના તમામ બંદીવાન ભાઈ બહેનોને રસીકરણ કરવામાં આવ્યું હતું. જેલ તંત્ર દ્વારા સજા કાપી રહેલા કેદીઓને કોરોના વાયરસ બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા અને સાવચેતીના પગલાં વિશે પણ જણાવવામાં આવ્યું હતું. જેલ તંત્ર દ્વારા બંદીવાન ભાઈ-બહેનો માટે શરૂ કરેલું રસીકરણ અભિયાન જેલમાં સજા કાપી રહેલા કેદીઓમાં એક અનોખો ઉત્સાહ લઇને આવ્યું છે.

5 1 અમદાવાદ મધ્યસ્થ જેલમાં રસીકરણ, 81 પુરુષ અને મહિલા કેદીઓને અપાઇ કોરોનાની રસી