જમ્મુ કાશ્મીર/ ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદી ઠાર

અવંતિપોરાના ત્રાલના નાયબગ વિસ્તારમાં વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર મરાયા છે.

Top Stories India
a 106 ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદી ઠાર

પુલવામા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું  છે. મળતી માહિતી મુજબ અવંતિપોરાના ત્રાલના નાયબગ વિસ્તારમાં વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર મરાયા છે. એન્કાઉન્ટર હજી પણ ચાલી રહ્યું છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે પોલીસ અને સુરક્ષા દળો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગુરુવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં એક સુરક્ષા જવાન ઘાયલ થયો હતો. આ સાથે, જવાબી કાર્યવાહીમાં ત્રણ અજાણ્યા આતંકવાદીઓ માર્યા ગયા હતા. શોપિયાં    નગરના બાબા મહોલ્લામાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી મળ્યા બાદ એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ પણ વાંચો :દિલ્હીમાં વેક્સીન લીધેલા 37 ડોક્ટરો કોરોના સંક્રમિત

આ સમયગાળા દરમિયાન, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું, જેના કારણે એન્કાઉન્ટર શરૂ થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ ગોળીબારમાં એક સુરક્ષા ગાર્ડ ઘાયલ થયો હતો. તેમણે કહ્યું કે સૈનિકોએ સમગ્ર   વિસ્તાર ઘેરી લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં ચાર આતંકીઓ છુપાયેલા હોઈ શકે છે.

આ પણ વાંચો :IIT રુડકીમાં કોરોના વિસ્ફોટ, 90 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, સ્થિતિ બની બેકાબુ

આતંકવાદીઓની હાજરી અંગેની બાતમી મળતાં પોલીસ, સેના અને સીઆરપીએફની સંયુક્ત ટીમે બાબા મહોલ્લા મુખ્ય શહેર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક સુરક્ષા કર્મચારી ઘાયલ થયો હતો.

આ પણ વાંચો : હરિદ્વાર આવતા વીઆઇપીને પણ કોરોનાની તપાસ કરાવવી પડશે, સંઘના વડા ભાગવતની ટીમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એન્ટ્રી

આ પણ વાંચો :રસીની ટસલમાં કેન્દ્ર પર રાજ્યો થયા સવાર, રસીકરણ રોકવાની આપી ધમકી, કોણ સાચું કોણ ખોટું ?