Development Grant/ ક્યાં-ક્યાં થઈ આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારની 1,646 કરોડની ફાળવણી?

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેરાજ્યની ત્રણ મહાનગરપાલિકો સુરત, વડોદરા અને જામનગરમાં આંતરમાળખાકીય વિકાસના કામ માટે 1,646 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

Gandhinagar Gujarat
Development work ક્યાં-ક્યાં થઈ આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારની 1,646 કરોડની ફાળવણી?
  • વડોદરાને રૂ. 184 કરોડ – જામનગરને રૂ. 432 કરોડ અને સુરત મહાનગરને રૂ. 1,029 કરોડ વિવિધ વિકાસ કામો માટે મંજૂર
  • વડોદરાને 2021થી અત્યાર સુધી રૂ. 1,008 કરોડ – સુરતને રૂ. 2,689 કરોડ અને જામનગરને રૂ. 385 કરોડ વિકાસ કામો માટે ફાળવાયા

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલેરાજ્યની ત્રણ મહાનગરપાલિકો સુરત, વડોદરા અને જામનગરમાં આંતરમાળખાકીય વિકાસના કામ માટે 1,646 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રકમની ફાળવણી કરવામાં આવશે. કુલ 414 કામો માટે આ રકમ ફાળવવામાં આવશે.

આ મુજબ વડોદરા મહાનગરપાલિકાએ 2023-24ના વર્ષ માટે મુખ્યમંત્રી શહેરી સડક યોજના રસ્તાના 47 કામ માટે 184.04 કરોડની દરખાસ્ત મંજૂર કરી છે. સુરત મહાનગરપાલિકાના 2023-24ના વર્ષ માટે ભૌતિક આંતરમાળખાકીય સગવડ માટે 1,029.55 કરોડની રકમની ફાળવણી મંજૂર કરવામાં આવી છે. તેમા ભૌતિક આંતર માળખાકીય સગવડના 101, સામાજિક આંતરમાળખાકીય સગવડના 78, અર્બન મોબિલિટીના 21 એમ 202 કામ માટે આ ફાળવણી કરવામાં આવી છે.

આ જ રીતે જામનગર મહાનગરપાલિકાએ પણ સ્વર્ણિમ જયંતિ યોજનામાં માર્ગ યોજનાના કામો માટે 70.31 કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરવામાં આવી છે.  આ ઉપરાંત ભૌતિક આંતર માળખાકીય સુવિધાના કામો, સામાજિક માળખાકીય વિકાસના કામો અન્વયે બ્રિજ, ટ્રાફિક મેનેજમેન્ટ, ગાર્ડન, સ્કૂલ બિલ્ડીંગ, આંગણવાડી, સ્લમ એરિયા ડેવલપમેન્ટ અને લેક બ્યુટીફિકેશનના મળીને ૧૩૮ કામો માટે રૂ. ૩૪૮.૨૦ કરોડની દરખાસ્ત મુખ્યમંત્રીશ્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી. મુ

ખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર મહાનગરપાલિકાની આ દરખાસ્તોને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.જામનગર મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામ અન્‍વયે જામનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરતી લાખોટા કોડા – ભૂજીયા કોડા – ખંભાળીયા દરવાજા હેરિટેજ સાંકળ પ્રોજેક્ટ માટે ૧૩ કરોડ રૂપિયાની દરખાસ્ત કરી હતી.

જામનગર શહેરમાં ઐતિહાસિક ઈમારત એવા માંડવી ટાવરના રિસ્ટોરેશન એન્‍ડ કન્‍ઝર્વેશન પ્રોજેક્ટ માટે પણ રૂ. 1.25 કરોડની દરખાસ્ત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલે આ બેય દરખાસ્તોને અનુમોદન આપતાં જામનગર મહાનગરપાલિકાને રૂ. 14.25 કરોડ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આગવી ઓળખના કામો માટે ફાળવાશે.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના રાજ્યમાં વધતા જતા શહેરીકરણ અને તેના કારણે ઉપસ્થિત થયેલા પડકારોને પહોંચી વળવા રાજ્યની સ્થાપનાના ૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકે ૨૦૦૯માં શરૂ કરાવેલી યોજના છે.

આ યોજનામાં મુખ્યત્વે રસ્તા, પાણી પુરવઠા, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપન તેમજ શાળાનાં મકાનો, હોસ્પિટલ, આંગણવાડી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઉપરાંત શહેરી બસ સેવા, રેલ્‍વે ઓવરબ્રિજ અને અંડરબ્રિજ, રિંગરોડ, ફ્લાય ઓવર બ્રિજ, હેરિટેજ પ્રવાસન, રિવરફ્રન્ટ, સીટી બ્યુટીફિકેશનના કામો અને આગવી ઓળખના કામો જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આ હેતુસર 2021થી અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂ. ૨,૬૮૯ કરોડ, વડોદરા મહાનગરપાલિકાને રૂ. ૧,૦૦૮.૧૮ કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. ૩૪૮.૮૩ કરોડ રસ્તા તેમજ અન્ય ભૌતિક-સામાજીક આંતર માળખાકીય સુવિધા તથા આગવી ઓળખના કામો માટે ફાળવ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા-દર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વધુ વેગવંતી બનાવવા માટે નગરપાલિકાઓ – મહાનગરપાલિકાઓનાં વિકાસ કામોને ત્વરાએ મંજૂરી આપવાનો અભિગમ અપનાવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 ક્યાં-ક્યાં થઈ આંતરમાળખાકીય સગવડોના વિકાસ માટે રાજ્ય સરકારની 1,646 કરોડની ફાળવણી?


આ પણ વાંચોઃ Olympics/ ઓલિમ્પિકમાં ક્રિકેટને સ્થાન મળ્યું, મુંબઈમાં વોટિંગ બાદ સત્તાવાર જાહેરાત

આ પણ વાંચોઃ ગુજરાત/ ગીર અભયારણ્યમાં સ્પોટલાઇટ સિંહ તરફ નહીં પણ હરણ અને સાંબર તરફ વળી, જાણો કેમ

આ પણ વાંચોઃ America/ બાળકને ચાકુના 26 ઘા માર્યા, “હત્યાનું કારણ ઈઝરાયલ-હમાસ યુદ્ધ”