પાણીનો પોકાર/ જળ વ્યવસ્થાપનમાં મોખરે આવતા ગુજરાતમાં પાણીની તંગી કેમ..?

ગામમાં પાણી માટે સવાર થીજ નાના ભૂલકા અને મોટી ઉંમરના લોકોને પાણી ભરવા માટે દૂર સુધી જવુ પડે છે. તથા પશુ ઓ ને ત્રણ કિલોમીટર જેટલા અંતરે પાણી પીવડાવા માટે લઈ જવું પડે છે.

Top Stories Gujarat Others
radha 6 જળ વ્યવસ્થાપનમાં મોખરે આવતા ગુજરાતમાં પાણીની તંગી કેમ..?
  • ઝઘડીયાના પીપરીપાન ગામમાં ભર ઉનાળે પાણીનો પોકાર…
  • ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના પીપરીપાન ના રહીશો નું જીવન પાણી વિના સાવ સૂકું થઈ ગયું છે….
  • નર્મદાના નીર કચ્છ, સોરાષ્ટ્ર સુધી પોહચી ગયા પરંતુ ઘરના પાણી વિહોણા રહી ગયા

ઝગડીયા તાલુકાના અનેક વિસ્તારમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે. ઝગડીયા ના પીપરીપાન ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો ના પરિવારો વસવાટ કરી રહ્યા છે. ગામમાં પાણી માટે સવાર થીજ નાના ભૂલકા અને મોટી ઉંમરના લોકોને પાણી ભરવા માટે દૂર સુધી જવુ પડે છે. તથા પશુઓને ત્રણ કિલોમીટર જેટલા અંતરે પાણી પીવડાવા માટે લઈ જવું પડે છે.

ગ્રામજનો નું મીડિયા સમક્ષ કહેવું છે કે સરકારે ગામ માં હેડપમ્પ, બોર સહિત ની વ્યવસ્થા તો કરી છે પણ મોટર વિનાનો બોર પણ શુ કામ નો…? કેટલા સમય થી ત્યાં બગડેલી મોટર ને ઠીક કરવા પણ કોઈ આવ્યું નથી. હેંડપપો પણ પાણી ની રાહ જોઈ દમ તોડી નાખશે તેમ ઉભા રહ્યા છે.

ગ્રામજનો નો આક્ષેપ છે કે અહીંના સરપંચ રાજેન્દ્રભાઇ કોઈ મદદ નથી કરતા અને કોઈ ની સમસ્યા સાંભળવા રાજી નથી.  તમારે જે કરવું હોઈ તે કરી લો.  જો પ્રજાના જ પ્રતિનિધિ આવુ કરે તે કેટલું યોગ્ય.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યાર થી ઝઘડિયા તાલુકામાં GMDC નું ખોદકામ ચાલી રહ્યું છે ત્યારથી જ આ વિસ્તાર ના પાણી ઊંડા ઉતરી જવાના કારણે આવા કેટલાય ગામો માં ભૂભર્ગ માં પાણી ના જળસ્તર નીચે જતા રહ્યા છે. મોટી મોટી વાત કરતા નેતા અધિકારી ઓ પણ આ ગામની મુલાકાત કરવા સુધા નથી આવતા. ગામ માં પુરવઠા વિભાગ ની ઘરે ઘરે ટાંકી નળ તો છે પરંતુ તે માત્ર પુરવઠા વિભાગ દ્વવારા ઉદ્ધઘાટન કરી ટાંકી પર જાહેરાત માટેજ હોઈ તેમ વિના પાણી શોભા ના ગાંઠિયા સમાન બની ઉભી છે.

શુ આ હરિયાળુ ગુજરાત છે જેમાં લોકો ને પીવાનું પાણી માટે પણ સંઘર્ષ કરવો પડે..?

કરોડો ના ખર્ચે બનાવેલ ડેમો માત્રને માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને ઉભા છે. ચેનલ ના એહવાલ બાદ તંત્ર જાગે છે કે નહિ  અને સમસ્યા નું કાયમી ધોરણે તેનો ઉકેલ લાવશે કે કેમ.તે હવે જોવું રહ્યું…

જે બાબતે ગામના સરપંચ રાજન વસાવાએ જણાવ્યું હતું કે દર ઉનાળામાં ભૂગર્ભ પાણી ના સ્ત્રોત જમીનમાં ઉંડે ઉતરી જતી હોય ગામલોકોને પાણીની તંગી વેઠવી પડી રહી છે. સરકાર દ્વારા નર્મદા વસાહતમાંથી જો ગામને પાણી આપવામાં આવે તો કાયમ માટે પાણીની સમસ્યા હલ થાય તેમ છે.