ગઠબંધન/ મહારાષ્ટ્રમાં ભાજપ રાજઠાકરેની પાર્ટી MNS સાથે હાથ મિલાવશે કે નહી અટકળો તેજ

પૂણેમાં વાતચીત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ચંદ્રકાંત પાટીલે પહેલા જ મનસે સાથે ચૂંટણી પહેલા જોડાણ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે.

Top Stories
મનસે મહારાષ્ટ્રમાં ભાજપ રાજઠાકરેની પાર્ટી MNS સાથે હાથ મિલાવશે કે નહી અટકળો તેજ

મહારાષ્ટ્રના રાજકારણમાં એવી અટકળો ચાલી રહી છે કે ભાજપ રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના સાથે હાથ મિલાવશે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે આને લગતા પ્રશ્નો અંગે  સીધા જવાબ આપ્યા ન હતા. ચંદ્રકાંત પાટિલ ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓને મળવા દિલ્હીમાં છે. દેવેન્દ્ર ફડણવીસે એમએનએસ સાથે ભાજપ જવાના મુદ્દે  જણાવ્યું હતું કે ભગવા પાર્ટી 2024 ની સામાન્ય ચૂંટણીમાં માત્ર એક જ એન્જિન સાથે જ ઉતરશે.

રેલવે એન્જિન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનું પ્રતીક પણ છે. પૂણેમાં વાતચીત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ચંદ્રકાંત પાટીલે પહેલા જ મનસે સાથે ચૂંટણી પહેલા જોડાણ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે. વર્ષ 2024 માં ભાજપ માત્ર એક એન્જિન સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. જોકે દેવેન્દ્ર ફડણવીસે એ સ્પષ્ટ કર્યું નથી કે તેમની પાર્ટી રાજ ઠાકરે સાથે જશે કે સામાન્ય ચૂંટણીમાં એકલા લડશે.

શુક્રવારે ચંદ્રકાંત પાટીલ મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરેના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠક બાદ પાટીલે કહ્યું હતું કે ‘આ બેઠકમાં ગઠબંધન અંગે કોઈ ચર્ચા થઈ નથી. રાજ ઠાકરેએ મને કહ્યું છે કે મુંબઈમાં રહેતા બિન-મરાઠીઓ સામે તેમને કોઈ વાંધો નથી. અમારી વચ્ચે હજુ પણ કેટલાક રાજકીય મતભેદો છે અને બંને પક્ષો વચ્ચે જોડાણ અંગે કોઈ ચર્ચા થઈ નથી.

શનિવારે પાટીલે દિલ્હીમાં પ કહ્યું હતું કે ‘હું રાજ ઠાકરે સાથેની મુલાકાત વિશે જણાવવા માટે આવ્યો છું,આ સંદર્ભે  પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળવા અહીં આવ્યો છું. કોઈપણ નિર્ણય પક્ષના વરિષ્ઠ નેતાઓ જ લેશે.