મહારાષ્ટ્ર/ શિંદે સરકારે બે કેસ CBIને તપાસ માટે સોંપ્યા, જાણો શું છે મામલો

મહારાષ્ટ્રમાં ખુરશી બદલવાની સાથે સાથે જૂની સરકારના ઘણા નિર્ણયો પણ બદલવામાં આવી રહ્યા છે. સત્તા પરિવર્તન પછી, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની નવી સરકારે તત્કાલિન સીએમ ઉદ્ધવ ઠાકરે દ્વારા લેવામાં આવેલા ઘણા નિર્ણયોને પલટી દીધા છે.

Top Stories India
Shinde

મહારાષ્ટ્રમાં ખુરશી બદલવાની સાથે સાથે જૂની સરકારના ઘણા નિર્ણયો પણ બદલવામાં આવી રહ્યા છે. સત્તા પરિવર્તન પછી, એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની નવી સરકારે તત્કાલિન સીએમ ઉદ્ધવ ઠાકરે દ્વારા લેવામાં આવેલા ઘણા નિર્ણયોને પલટી દીધા છે. દરમિયાન, રાજ્યમાં એકનાથ શિંદેની નવી સરકારે ઉદ્ધવ ઠાકરેના કાર્યકાળ દરમિયાનના કેટલાક મહત્વપૂર્ણ કેસોની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. એકનાથ શિંદેની સરકારે ભાજપના નેતાઓ સાથે સંબંધિત બે કેસ તપાસ માટે સીબીઆઈને સોંપ્યા છે.

મહારાષ્ટ્રની નવી સરકારે મહારાષ્ટ્ર પોલીસના હાથમાંથી મહત્વપૂર્ણ કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે. પોલીસે રશ્મિ શુક્લા ફોન ટેપિંગ કેસમાં વિપક્ષના તત્કાલિન નેતા દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન નોંધ્યું છે. આ કેસમાં દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો હતો કે તત્કાલીન MVA સરકારે IPS અધિકારીની બદલીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના SITના રિપોર્ટને અવગણ્યો હતો.

કયા નેતાઓ પર રિકવરીનો કેસ છે?

પુણે પોલીસ દ્વારા મહારાષ્ટ્રમાં બીજેપી નેતા ગિરીશ મહાજન અને 20 લોકો વિરુદ્ધ રિકવરીનો કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં પણ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભામાં મોટો ખુલાસો કરીને તત્કાલીન એમવીએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે.

જણાવી દઈએ કે, શિવસેનામાં બળવા પછી એકનાથ શિંદેએ ભાજપની મદદથી સરકાર બનાવી છે. એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા છે, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ આ વખતે ડેપ્યુટી સીએમ બન્યા છે. એકનાથ શિંદે અને ફડણવીસની નવી સરકારની રચના બાદ ઠાકરે સરકારે લીધેલા શહેરોના નામકરણ સહિત અન્ય કેટલાક નિર્ણયો સ્થગિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મંકીપોક્સથી મારબર્ગ સુધી… કોરોના મહામારી પછી આ ખતરનાક વાયરસ દુનિયાને ડરાવે છે