Not Set/ આ છે થાઇલેન્ડની ગુફામાં ફસાયેલી ફૂટબોલ ટીમને શોધનારા હીરો…

થાઇલેન્ડની સૌથી મોટી ગુફાઓમાંની એક ગુફામાં 23 જુનથી ફૂટબોલ ટીમના 12 બાળક ખેલાડીઓ અને એમના કોચ ફસાયેલા હતા. ધુઆંધાર વરસાદના કારણે દર કલાકે ગુફામાં આવતા પાણીમાં વધારો થઇ રહ્યો હતો. 9 દિવસ સુધી એમનો કોઈ પતો નહતો. સ્થાનિક પ્રશાસનની આશા તૂટી રહી હતી. ત્યારે બે મરજીવાઓએ  દુનિયાને એક ખુશખબર આપી. ખબર એ હતી કે બધા […]

Top Stories World
64840152 આ છે થાઇલેન્ડની ગુફામાં ફસાયેલી ફૂટબોલ ટીમને શોધનારા હીરો...

થાઇલેન્ડની સૌથી મોટી ગુફાઓમાંની એક ગુફામાં 23 જુનથી ફૂટબોલ ટીમના 12 બાળક ખેલાડીઓ અને એમના કોચ ફસાયેલા હતા. ધુઆંધાર વરસાદના કારણે દર કલાકે ગુફામાં આવતા પાણીમાં વધારો થઇ રહ્યો હતો. 9 દિવસ સુધી એમનો કોઈ પતો નહતો. સ્થાનિક પ્રશાસનની આશા તૂટી રહી હતી. ત્યારે બે મરજીવાઓએ  દુનિયાને એક ખુશખબર આપી. ખબર એ હતી કે બધા બાળકો અને એમના કોચ સુરક્ષિત મળી ગયા છે.

64840614 આ છે થાઇલેન્ડની ગુફામાં ફસાયેલી ફૂટબોલ ટીમને શોધનારા હીરો...

આમ તો 1000થી પણ વધારે બચાવ કર્મચારીઓ બાળકોને શોધવાના કામમાં લાગ્યા હતા. પરંતુ જેમેણે એમને શોધ્યા એમનું નામ રીક સ્ટેન્ટન અને જોન વોલૈન્થેન છે. આ બંને મરજીવાઓને ગયા અઠવાડીયે થાઈ પ્રશાસન દ્વારા બોલાવાયા હતા. એમની સાથે ગુફાઓમાં ડૂબકી લગાવામાં એક્સપર્ટ રોબર્ટ હાર્પર અને વર્ના અનસ્વોર્થ પણ હતા.

64840615 આ છે થાઇલેન્ડની ગુફામાં ફસાયેલી ફૂટબોલ ટીમને શોધનારા હીરો...

રીક સ્ટેન્ટન અને જોન વોલૈન્થેનને દુનિયાના શ્રેષ્ઠ મરજીવા માનવામાં આવે છે. સ્ટેન્ટન 25 વર્ષ સુધી ઇંગ્લેન્ડના કોવેટ્રી શહેરના અગ્નિશમન વિભાગમાં રહ્યા છે. તો વોલૈન્થેન બ્રિસ્ટોલમાં ઈન્ટરનેટ એન્જીનીયર છે. સ્ટેન્ટનની ઉમર 56 વર્ષ છે જયારે જોનની ઉમર 47 વર્ષ છે.

64840613 આ છે થાઇલેન્ડની ગુફામાં ફસાયેલી ફૂટબોલ ટીમને શોધનારા હીરો...

થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકોને સુરક્ષિત શોધી કાઢનારા સ્ટેન્ટને 18 વર્ષની ઉમરથી જ ટેલીવિઝન પ્રોગ્રામથી પ્રભાવિત થઈને ગુફાઓ વિશે જાણવા માટે ડૂબકી લગાવવાનું ચાલુ કર્યું હતું.

64840617 આ છે થાઇલેન્ડની ગુફામાં ફસાયેલી ફૂટબોલ ટીમને શોધનારા હીરો...

આ ખોજ અભિયાનમાં શામેલ જોન અને સ્ટેન્ટન આ પહેલા 2010માં ફ્રાંસની એક ગુફામાં ફંસાયેલા મરજીવાને બચાવવામાં કામયાબ રહ્યા હતા. સ્ટેન્ટને વર્ષ 2004માં મેક્સિકોમાં ફંસાયેલા 13 બ્રિટીશ નાગરિકોને બચાવ્યા હતા. વર્ષ 201૩માં એમના બચાવ કાર્યને જોતા મહારાણી તરફથી એમને MBE એવોર્ડ આપવામાં આવ્યો હતો.