Pak-Babar/ ઘરઆંગણે પાક છે બબ્બર શેરઃ બાબરની ગર્જના

એશિયા કપ 2023ના શરૂથવાની ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટ શરૂ થવા જઈ રહી છે. પાક અને નેપાળ વચ્ચે મુલતાનની મેચથી ટુર્નામેન્ટનો પ્રારંભ થશે.

Top Stories Sports
Pak Babar ઘરઆંગણે પાક છે બબ્બર શેરઃ બાબરની ગર્જના

લાહોરઃ એશિયા કપ 2023ના શરૂથવાની ક્રિકેટ પ્રેમીઓ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટ શરૂ થવા જઈ રહી છે. પાક અને નેપાળ વચ્ચે મુલતાનની મેચથી ટુર્નામેન્ટનો પ્રારંભ થશે. પાકિસ્તાન ટીમ આ વખતે ટુર્નામેન્ટની યજમાની કરી રહી છે, પરંતુ પાકિસ્તાનમાં માત્ર ચાર મેચ રમાવા જઈ રહી છે, જ્યારે બાકીની નવ મેચ શ્રીલંકામાં રમાશે. આ આગત્યની ટુર્નામેન્ટ પહેલા PAK કેપ્ટન બાબર આઝમે પોતાની ટીમને લઈને એક મોટુ નિવેદન આપ્યું છે.

પાક અફઘાનિસ્તાન સામે સિરીઝ રમશે

પાકિસ્તાનની ટીમ એશિયા કપમાં તૈયારીને લઈને શ્રીલંકામાં અફઘાનિસ્તાન સામે  22 ઓગસ્ટથી ત્રણ મેચની વનડે સીરીઝ રમવા જઈ રહ્યું છે.આ સીરીઝની શરૂઆત પહેલા PAK કેપ્ટન બાબર આઝમે એક પ્રેસ્કોન્સમાં કહ્યું હતુ કે, તેમની ટીમના ખેલાડીઓને સફળતાની ભૂખ છે અને તે આ આગામી એશિયા કપ અને વર્લ્ડ કપ ખિતાબ જીતવામાં માટે તનતોડ મહેનત કરશે.

વધુમાં બાબર આઝમે જણાવ્યું હતું કે,ટીમના તમામ ખેલાડીઓમાં વધુ સારૂ પ્રદર્શન કરવાની સાથે સાથે સફળતા પ્રાપ્ત કરવાની જબરજસ્ત ઝંખના જોવા મળી રહી છે.દરેક ખેલાડી મેચ વિનિંગ પ્રદર્શન કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, અમે પાછલા કેટલાક મેચમાં જોયું છે કે,અલગ-અલગ મેચમાં અલગ-અલગ ખેલાડીઓને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પોતાના નામ કર્યો છે, જે ટીમ માટે ખૂબ જ ગર્વની વાત છે. બોલરો આ મોટી ટુર્નામેન્ટમાં જીત અપાવશે, જેનો મને પૂર્ણ ભરોસો છે.

એશિયા કપ અને વર્લ્ડ કપ ઉપર છે ધ્યાન: બાબર

અફઘાનિસ્તાનના ખેલાડીઓ 3 મેચની વનડે સીરીઝને લઈને PAK કેપ્ટન બાબર આઝમે કહ્યું કે,અમારૂ ધ્યાન આ સમયે મોટી ઈવેન્ટ એશિયા કપ અને વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને તેયારી કરી રહ્યા છે.પરંતુ તે સમયે અમે એક સમય પર એક જ સીરીઝ પર ધ્યાન લગાવવા ઈચ્છીએ છીએ, જે ટીમ માટે કોઈ પણ મેજર ઈવેન્ટ પહેલા તે ખુબ મહત્વનું છે.

 

આ પણ વાંચોઃ Surat Epidemics-death/સુરતનું નીંભર આરોગ્યતંત્રઃ રોગચાળાથી મોતનો આંકડો 33 પર પહોંચ્યો

આ પણ વાંચોઃ માનવતા શર્મસાર/70 વર્ષનો વ્યક્તિ બન્યો હેવાન, 4 વર્ષની  માસૂમ પર કર્યો બળાત્કાર 

આ પણ વાંચોઃ Gujarat/વિઝાની મુદત પૂરી છતાં પાકિસ્તાનના 45 હિન્દુઓ રોકાયા , પોલીસે તમામની કરી અટકાયત

આ પણ વાંચોઃ School drop out/કોંગ્રેસનો સણસણતો આક્ષેપઃ રાજ્યમાં એક લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ હોવાની સંભાવના

આ પણ વાંચોઃ Water Security/‘ખેતી માટે જળ સુરક્ષા‘ વિષય પર યોજાયો સેમિનાર