Surat/ અધુરો ફૂટ ઓવર બ્રિજ પૂરો કરવાને બદલે તોડી પાડતાં …

અધુરો ફૂટ ઓવર બ્રિજ પૂરો કરવાને બદલે તોડી પડતાં …

Top Stories Gujarat Surat
ગાઝીપુર 27 અધુરો ફૂટ ઓવર બ્રિજ પૂરો કરવાને બદલે તોડી પાડતાં ...

@સંજય મહંત , સુરત

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના વિકાસ અને લોકોની સુખાકારી માટે વિવિધ પ્રોજેકટ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ અમુક પ્રોજેકટ એવા છે કે જે વર્ષો થી શરૂ થયા પણ હજી પૂર્ણ થયા નથી. રિંગ રોડ  પર જૂની આરટીઓ પાસે અધુરો ફૂટ ઓવર બ્રિજ પૂરો કરવાને બદલે તોડી નાખવામાં આવતા વિવાદ પેદા થયો છે.

સુરતના અઠવા લાઇન્સ વિસ્તારમાં જૂની આરટીઓ કચેરી પાસે છેલ્લા સાત વર્ષથી એક ફૂટ ઓવર બ્રિજ અધુરો હતો. આ બ્રિજ પૂરો કરીને લોકોને અકસ્માત ના ભય માંથી બચાવવાની કામગીરી કરવાને બદલે મહાનગર પાલિકા આ બ્રિજ જ નેસતનાબુદ કરી રહી છે. છેલ્લા સાત વર્ષથી અહીં બ્રિજના બંને બાજુના સ્પાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ બ્રિજ આજ દિન સુધી પૂરો કરવામાં આવ્યો ન હતો.

આ બ્રિજ એટલા.માટે જરૂરી હતો કે એક બાજુ હોસ્પિટલ અને બીજી બાજુ વનિતા વિશ્રામ શૈક્ષણિક સંસ્થાનું ગ્રાઉન્ડ આવેલું છે અહીં દર વર્ષે પાલિકા દ્વારા જ મેળાનું આયોજન કરવામાં આવે છે. અહીંથી પસાર થતા લોકોને  રસ્તો ક્રોસ કરવા માટે 200થી 500 મીટરનો ચકરાવો કરવો પડે છે. આમ જનતા પણ આ બ્રિજની માંગણી કરી રહી છે.

ફૂટ ઓવર બ્રિજ પાછળ લાખોનો ધુમાડો કર્યા બાદ હવે પાલિકા આ બ્રિજ તોડી રહી  છે ત્યારે આ પ્રકારની કામગીરી સામે શંકા ની સોય ટાકાય રહી છે. પાલિકા કોના દબાણ હેઠળ આ કામગીરી કરી રહી છે એ સવાલ પ્રજાજનોને મન માં ઉઠી રહ્યો છે. હાલ તો આ પ્રશ્ન નો જવાબ પ્રજાને મળી રહ્યો નથી.

Political / ગુજરાતમાં પા પા પગલી ભરતી આમ આદમી પાર્ટીમાં ગાબડું

વલસાડ / ચૂંટણી સમયે જ જિ.પં.નાં વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા મુકાતા વિવાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…