સુરતમાં રજીસ્ટર્ડ ટ્રેઈન નર્સિંગના ધારા ધોરણ મુજબના પગાર મુદ્દે પ્રાઇવેટ નર્સિંગ હોમ એક્ટ મુવમેન્ટ ફોરમ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. આજે 22મીના રોજ 500થી વધુ નર્સિંગ કર્મચારીઓ અને નર્સિંગ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન સાથે રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાતમાં લગભગ 30 હજારથી વધુ નર્સિંગ સ્ટાફ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરે છે. સરકારી હોસ્પિટલમાં 10-12 હજાર અને CHC & PHCમાં 10 હજારના પગારમાં ફરજ બજાવે છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ મોટા કોન્ટ્રાક્ટરને અપાયો છે.
કોન્ટ્રાક્ટ નર્સિંગ સ્ટાફને કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર 50 ટકા જ પગારપેટે રકમ ચૂકવાતો હોવાનું નર્સિંગ સ્ટાફે જણાવ્યું હતું. 7 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલોમાં કોન્ટ્રાક્ટ પર નર્સિંગ કર્મચારીઓ લેવાઈ રહ્યા છે.
આજે 500થી વધુ નર્સિંગ કર્મચારીઓ અને નર્સિંગ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન સાથે રેલી કાઢી હતી. બાદમાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું. નર્સિંગ વિદ્યાર્થીઓના સ્ટાઈપેન્ડ મુદ્દે પણ ઉગ્ર રજુઆત કરી હતી.