Not Set/ ટેસ્ટટ્યુબ બેબીનો વિચાર રામાયણ યુગમાં પણ પ્રચલિત હતો: નાયબ મુખ્યમંત્રી યુપી

લખનઉ, ઉતર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ ફરી એક વાર એક કાલ્પનિક અથવા અનુમાનિત દાવો કર્યો છે. નાયબ મુખ્યમંત્રી શર્માએ એવો દાવો કર્યો હતો કે ટેસ્ટટ્યુબ બેબી રામાયણ યુગમાં પણ પ્રચલિત હતું. દિનેશ શર્માએ કહ્યું હતું કે કહેવામાં આવે છે કે સીતાજીનો જન્મ જમીનની અંદર રહેલા ઘડામાં થયો હતો, આ વિચાર અત્યારના ટેસ્ટટ્યુબ બેબીના વિચારને […]

India Trending
bdotqanvbu 1527765621 ટેસ્ટટ્યુબ બેબીનો વિચાર રામાયણ યુગમાં પણ પ્રચલિત હતો: નાયબ મુખ્યમંત્રી યુપી

લખનઉ,

ઉતર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ ફરી એક વાર એક કાલ્પનિક અથવા અનુમાનિત દાવો કર્યો છે. નાયબ મુખ્યમંત્રી શર્માએ એવો દાવો કર્યો હતો કે ટેસ્ટટ્યુબ બેબી રામાયણ યુગમાં પણ પ્રચલિત હતું. દિનેશ શર્માએ કહ્યું હતું કે કહેવામાં આવે છે કે સીતાજીનો જન્મ જમીનની અંદર રહેલા ઘડામાં થયો હતો, આ વિચાર અત્યારના ટેસ્ટટ્યુબ બેબીના વિચારને મળતો આવે છે, મતલબ રામાયણ યુગમાં  પણ ટેસ્ટટ્યુબ બેબી હતા.

દિનેશ શર્માએ ગુરુવારે બીજો પણ દાવો કર્યો હતો કે પત્રકારિતાની શરૂઆત મહાભારત કાળથી થઇ છે. એમણે આગળ જણાવ્યું હતું કે અત્યારે આપણે લાઇવ ટેલીકાસ્ટ કરીએ છીએ, એવુજ મહાભારત યુગમાં સંજયે મહાભારત યુદ્ધનું લાઇવ ટેલીકાસ્ટ ધ્રુતરાષ્ટ્રને દર્શાવ્યું હતું.

દિનેશ શર્મા હિન્દી જર્નાલીઝમ દિવસના પ્રસંગે સ્પીચ આપી રહ્યા હતા. તેમના ભાષણ દરમિયાન તેમણે નારદ મુની અને  ગૂગલ વચ્ચે પણ સમાનતા દર્શાવી હતી. દિનેશ શર્માએ જણાવ્યું કે તમારું ગૂગલ અત્યારે શરુ થયું છે જયારે અમારું ગૂગલ ઘણાં લાંબા સમય પહેલાથીજ ચાલુ છે, નારદમુની માહિતીનો ભંડાર હતા. તેઓ ધારે તે જગ્યા પર પહોચી સકતા હતા, અને ત્રણ વખત “નારાયણ” બોલીને સંદેશાઓ મોકલી શકતા હતા.