Not Set/ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર ૭.૩ ટકા રહેશે : વર્લ્ડબેંક

દિલ્લી, સોમવારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સારા મોનસૂનની આગાહી બાદ હવે વર્લ્ડબેંક તરફથી પણ ભારતની અર્થવ્યવસ્થા સામે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. વર્લ્ડબેંક દ્વારા જાહેર કરવામાં આવેલા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતનો વિકાસ દર ૭.૩ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ ઉપરાંત વર્લ્ડબેંક દ્વારા દેશમાં લાગુ કરવામાં આવેલું નોટબંધી અને જીએસટીને પણ આગવું […]

India
zzzzzffsdf ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો વિકાસ દર ૭.૩ ટકા રહેશે : વર્લ્ડબેંક

દિલ્લી,

સોમવારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સારા મોનસૂનની આગાહી બાદ હવે વર્લ્ડબેંક તરફથી પણ ભારતની અર્થવ્યવસ્થા સામે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. વર્લ્ડબેંક દ્વારા જાહેર કરવામાં આવેલા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતનો વિકાસ દર ૭.૩ ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. આ ઉપરાંત વર્લ્ડબેંક દ્વારા દેશમાં લાગુ કરવામાં આવેલું નોટબંધી અને જીએસટીને પણ આગવું પગલું ગણાવવામાં આવ્યું છે.

વર્લ્ડબેંક દ્વારા જણાવવામાં આવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થામ જીએસટી લાગુ થયા બાદ દેશના વિકાસ દરમાં આવેલા ઘટાડાના સમયમાંથી બહાર નીકળી ચુકી છે. વર્લ્ડબેંકના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ અને ૨૦૨૦-૨૧માં ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ દર ૭.૫ ટકા રહેશે.

ભારતના કારણે દક્ષિણ એશિયાનો સ્તર વધ્યો

વર્લ્ડબેંક દ્વારા પોતાના દક્ષિણ એશિયાના ઇકોનોમિક ફોકસના રિપોર્ટમાં જણાવ્યું, “ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાના કારણે દક્ષિણ એશિયામાં દુનિયાની સૌથી વધુ ઝડપથી આગળ વધી રહેલા ક્ષેત્રનો દર્જો વધુ એકવાર હાંસલ કર્યો છે”.

વર્લ્ડબેંકના રિપોર્ટ મુજબ, ભારતનો આર્થિક વિકાસ દર વર્ષ ૨૦૧૭ના ૬.૭ ટકાથી વધીને ૨૦૧૮માં ૭.૩ ટકા થઇ શકે છે.

હવામાન વિભાગે કરે સારા મોનસૂનની આગાહી

મહત્વનું છે કે, હવામાન ખાતા દ્વારા આ વર્ષ દરમિયાન ૯૭ ટકા જેટલો વરસાદ થવાની શક્યતા દર્શાવી હતી. ચાલુ વર્ષના જૂન મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીના મોનસૂન સમયગાળા દરમિયાન વરસાદ સામાન્ય રહેવાનું અનુમાન લગાવ્યું હતું તેમજ આ ઉપરાંત મોનસૂન મે મહિનાના અંતિમ સપ્તાહમાં કે જૂનના પહેલા અઠવાડિયામાં કેરળ પહોંચી શકે છે એવી સંભાવના વ્યક્ત કરી હતી.

આ પહેલા આ પહેલા હવામાનનું પૂર્વાનુમાન લગાવનારી પ્રાઇવેટ એજન્સી સ્કાઈમેટ દ્વારા પણ ૪ એપ્રિલના રોજ કહેવામાં આવ્યું હતું કે, ૨૦૧૮માં મોનસૂન ૧૦૦ ટકા સામાન્ય રહેવાનો અંદાજ છે.