vibrant gujarat/ ગુજરાત EV ઉત્પાદન અને R & Dને પ્રોત્સાહન આપવામાં અગ્રેસરઃ ભુપેન્દ્ર પટેલ

વાઇબ્રન્ટ ગુજરાત 2024 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, ઈલેક્ટ્રીક વ્હિકલ મેન્યુફેક્ચરિંગ માટે ઇન્વેસ્ટર્સને આકર્ષિત કરવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા તેમજ ચાર્જિંગ અને મેન્ટેનન્સનું રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર પ્રોએક્ટિવ છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 11T162921.621 ગુજરાત EV ઉત્પાદન અને R & Dને પ્રોત્સાહન આપવામાં અગ્રેસરઃ ભુપેન્દ્ર પટેલ

• EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલોપમેન્ટમાં ગુજરાતે મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું
• માંડલ-બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં ઇવી ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્શન યુનિટ માટે સીમલેસ પ્લેટફોર્મ પ્રોવાઇડ કર્યું છે
• ઈવી મેન્યુફેક્ચરિંગથી ડોમેસ્ટિક ડિમાન્ડ પૂરી કરવા સાથે ગ્રીન મોબિલિટીની દિશામાં થઈ રહેલા વૈશ્વિક પરિવર્તનમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપવાનો ધ્યેય છે

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત 2024 ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે ઈલેક્ટ્રીક વ્હિકલ મેન્યુફેક્ચરિંગ માટે ઇન્વેસ્ટર્સને આકર્ષિત કરવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા તેમજ ચાર્જિંગ અને મેન્ટેનન્સનું રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર પ્રોએક્ટિવ છે. ઇલેક્ટ્રીક વ્હીકલ્સની સફળતા ચાર્જિંગ સ્ટેશનોના મજબૂત નેટવર્ક ઉપર નિર્ભર હોય છે તેથી ગુજરાતે ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલોપમેન્ટમાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનમાં આયોજિત ‘ઇલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ- ચાર્જિંગ અહેડ ટુ-2047’ સેમિનારમાં ઇવી ક્ષેત્રના ઉદ્યોગકારો-રોકાણકારો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંબોધન કરી રહ્યા હતા. આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, ઉદ્યોગકારો માંડલ-બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં ઇવી ઇન્ડસ્ટ્રીઝ પ્રોડક્શન યુનિટ શરૂ થઈ શકે તે માટે રાજ્ય સરકારે સીમલેસ પ્લેટફોર્મ પ્રોવાઇડ કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે લોકો ઈલેક્ટ્રીક વ્હીકલ એડોપ્ટ કરે તે માટે અને સમગ્ર ઈલેક્ટ્રીક વ્હીકલ વેલ્યુ ચેઈન માટે અનુકૂળ ઈકો સિસ્ટમ તૈયાર કરવાના લક્ષ્ય સાથે રાજ્ય સરકારે EV પોલિસી ડિઝાઇન કરી છે. સરકારી પરિવહનમાં ઈલેક્ટ્રીક વ્હીકલ્સ અપનાવ્યા છે, આશરે 500 જેટલી ઈલેક્ટ્રીક બસની ફ્લીટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં કાર્યરત છે. રાજ્ય સરકારના આ સમગ્રતયા પ્રયાસોને પરિણામે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ઇવીના વેચાણમાં માતબર વૃદ્ધિ થઈ છે.

તેમણે જણાવ્યું કે, ગ્લોબલ ગ્રીન મોબિલિટીને સાકાર કરવા માટે ઇવી મેન્યુફેક્ચરિંગની જરૂરિયાતને સમજીને ગ્રીનગ્રોથ સાથે આગળ વધવા માટે ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ પણ ગ્રીન મોબિલિટીની દિશામાં ટ્રાન્સફોર્મ થઈ રહી છે. ઈલેક્ટ્રીક વ્હીકલને એક્સેસિબલ, એફોર્ડેબલ અને એફિસીયન્ટ બનાવવા માટે દેશ અને ગુજરાતમાં મોટા પાયે રિસર્ચ અને ડેવલપમેન્ટ થઈ રહ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટને મહત્વ આપ્યું છે અને આપણા દૈનિક જીવનમાં પણ પર્યાવરણ પ્રિય લાઈફ સ્ટાઈલ અપનાવીને મિશન લાઈફનો બહુમૂલ્ય વિચાર ચરીતાર્થ કરવાની પ્રેરણા તેમણે આપી છે, આ જવાબદારીઓ નિભાવવા માટે ઈલેક્ટ્રીક મોબિલિટી અને ગ્લોબલ ગ્રીન મોબિલિટીનો વિચાર પણ તેમણે આપ્યો છે.
સીએમે સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘ઇનોવેશન ઈઝ કી ટુ સસ્ટેનેબલ ગ્રોથ’ મંત્રમાં સરકાર વિશ્વાસ કરે છે અને ઈવી મેન્યુફેક્ચરિંગથી ડોમેસ્ટિક ડિમાન્ડ પૂરી કરવા માટે ગ્રીન મોબિલિટીની દિશામાં થઈ રહેલા વૈશ્વિક પરિવર્તનમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપવાનો ધ્યેય છે. મુખ્યમંત્રીશ્રીએ સેમિનારમાં ઉપસ્થિત બિઝનેસમેન, ઉદ્યોગ સાહસિકો તથા ઇનોવેટર્સને ગુજરાતની ઇલેક્ટ્રિક વ્હીકલ ઇકો સિસ્ટમમાં સક્રિયતાથી ભાગ લેવા તેમજ સાથે મળીને સસ્ટેનેબલ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી તથા ઇકોનોમિકલી વાયેબલ ભવિષ્યનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું.
વિકસીત ભારત 2047ની પરિકલ્પનાના મૂળમાં ટકાઉ વિકાસ છે. આ વિઝનને હાંસલ કરવા માટેની મુખ્ય વ્યૂહરચનાઓમાંની એક એવી ઇલેક્ટ્રિક વાહ વાહન ઉત્પાદનની પ્રાથમિકતા અને EV ઇકોસિસ્ટમનો વ્યાપક વિકાસ છે. જેને ધ્યાનમાં રાખીને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 11 જાન્યુઆરીના રોજ ‘ચાર્જિંગ અહેડ ટુ 2047’ ની થીમ પર ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ અંગે પરિસંવાદ યોજાયો હતો. જેમાં ઇલેક્ટ્રિક વેહિકલ ઉત્પાદન કરતી કંપનીઓના પ્રતિનિધિઓએ હાજર રહી ભારતને EV ક્ષેત્રે આગળ લઈ જવાની દિશામાં મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.
આપણા દેશમાં ઇવી 12.5 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી છે, 4 લાખ કરોડનો એક્સપોર્ટ છે અને વર્ષ 2030 સુધીમાં ભારતનું ઇ માર્કેટ પ્રતિ વર્ષે 1 કરોડના વેચાણ સુધી પહોંચવાની સંભાવના છે, જે 5 કરોડ જેટલી રોજગારીનું સર્જન કરશે.” કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ પ્રસંગે ઉપસ્થિત વ્યવસાયિકોને ગુજરાતમાં ઇવી ક્ષેત્રે રોકાણ કરવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, “ અત્યારે ગુજરાતમાં 1.7 લાખ ઇવી છે. ગુજરાતમાં ઇવીના વેચાણમાં 2022ની સરખામણીએ 600 ટકા વધારો જોવા મળ્યો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ