Business/ ગૌતમ અદાણી ઓઈલ કંપની સાઉદી અરામ્કો સાથે ડીલ કરશે! આવું છે આયોજન

ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ સાઉદી અરેબિયામાં સંભવિત ભાગીદારીની શોધ કરી રહ્યું છે. આ માટે અદાણી ગ્રુપે સાઉદી અરામ્કો સાથે વાત કરી છે.

Top Stories Business
Untitled 22 ગૌતમ અદાણી ઓઈલ કંપની સાઉદી અરામ્કો સાથે ડીલ કરશે! આવું છે આયોજન

ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ સાઉદી અરેબિયામાં સંભવિત ભાગીદારીની શોધ કરી રહ્યું છે. આ માટે અદાણી ગ્રુપે સાઉદી અરામ્કો સાથે વાત કરી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, અદાણી ગ્રૂપ વિશ્વની સૌથી મોટી તેલ નિકાસકાર અરામકોમાં હિસ્સો ખરીદવાની શક્યતાઓ પણ શોધી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની રિલાયન્સ અને અરામ્કોવચ્ચે પણ ડીલ થઈ હતી. જો કે, રિલાયન્સે પાછળથી અરામકોને તેની ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ બિઝનેસમાં 20 ટકા હિસ્સો વેચવા માટે $15 બિલિયનના પ્રસ્તાવિત સોદાના પુનઃમૂલ્યાંકનની જાહેરાત કરી.

પ્રારંભિક વાટાઘાટો ચાલી રહી છે:

માહિતી અનુસાર, અદાણી જૂથે સાઉદી અરામ્કો અને દેશના પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ (PIF) સાથે સંભવિત સહકાર અને સંયુક્ત રોકાણની તકો પર પ્રારંભિક વાટાઘાટો કરી છે. અરામકોમાં PIFનો હિસ્સો ખરીદવાના વિચાર પર ચર્ચા કરવામાં આવી છે. અદાણી જૂથ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી.

અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અદાણી અરામ્કોના શેર માટે અબજો ડોલર રોકડ ખર્ચ કરે તેવી શક્યતા નથી. પરંતુ ઓછામાં ઓછા ટૂંકા ગાળામાં, તે રોકાણને વ્યાપક ટાઈ-અપ અથવા એસેટ સ્વેપ ડીલ સાથે જોડવાનો પ્રયાસ કરી શકે છે. બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે ચર્ચાઓ પ્રારંભિક તબક્કામાં છે.

અદાણીની સંપત્તિઃ બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, વિશ્વના અમીરોની યાદીમાં ગૌતમ અદાણી 11મા ક્રમે છે. ગૌતમ અદાણીની સંપત્તિ 3.19 અબજ ડોલર વધીને 90.5 અબજ ડોલર થઈ છે. અદાણી એશિયાના બીજા સૌથી ધનિક અબજોપતિ છે.

રાજકીય/ ધીરજ રાખો… મોદી યુગ પછી ભાજપ વિખેરાઈ જશે ; જી-23ના નેતાઓને વીરપ્પા મોઈલીની અપીલ

દુ:ખદ/ દ્વારકામાં પાંચ કિશોરો નદીમાં ડૂબ્યા, ધુળેટીની ઉજવણી બની કરુણાંતિકા

Photos/ 24 વર્ષની પાયલટે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી 800થી વધુ ભારતીયોને બહાર કાઢ્યા