Sabarkantha-Rape/ સાબરકાંઠામાં સસરાનો ફર્યો ‘વિચાર’: પુત્રવધૂ પર કર્યો બળાત્કાર

સાબરકાંઠામાં સસરાએ ઘરમાં એકલી પડેલી ત્રવધુ પર દુષ્કર્મ આચર્યુ હતુ, છેવટે પુત્રવધુ જતી રહેતા અને પરત ન આવતા આ ભાંડો ફૂટ્યો હતો.

Top Stories Gujarat
Mantavyanews 15 5 સાબરકાંઠામાં સસરાનો ફર્યો ‘વિચાર’: પુત્રવધૂ પર કર્યો બળાત્કાર

સાબરકાંઠાઃ પહેલાના જમાનામાં રાવણ આવ્યો હતો અને સીતા માતાને ઉઠાવી ગયો હતો. પણ આજના યુગમાં રાવણને બહારથી આવવાની જરૂર નથી. ઘરના જ પૂરતા છે. સાબરકાંઠામાં સસરાએ ઘરમાં એકલી પડેલી ત્રવધુ પર દુષ્કર્મ આચર્યુ હતુ, છેવટે પુત્રવધુ જતી રહેતા અને પરત ન આવતા આ ભાંડો ફૂટ્યો હતો.

સસરાએ 21 વર્ષની પુત્રવધુ પર નજર બગાડીને દુષ્કર્મ આચર્યુ હતુ. તે બીજા કોઈને કહે નહી તે માટે તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઘટનાના ત્રણ મહિના બાદ વડાલી પોલીસ સ્ટેશનમાં સસરા સામે ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.

યુવતીના લગ્ન બે વર્ષ પહેલા સાટા પદ્ધતિથી થયા હતા. ગામડામાં હજી પણ સાટાપદ્ધતિએ લગ્ન થાય છે. જો કે લગ્નના અઢી વર્ષ બાદ પણ ગર્ભ ન રહેતા હોસ્પિટલમાં લઈ જઈ રિપોર્ટ કરાયો હતો. તેમા પતિનો રિપોર્ટ નોર્મલ ન હતો, તેથી તેની દવા શરૂ કરાઈ હતી. દરમિયાન નવ જૂનના રોજ સવારે સાસુ-સસરા અને પતિ ખેતરમાં ગયા હતા. તેના પછી સસરા સવારે દસ વાગ્યે ચા નાસ્તો લેવા આવ્યા હતા. તેમણે ઘરમાં એકલી પુત્રવધુ પર દુષ્કર્મ આચર્યુ હતુ. પછી તેને ધાકધમકી આપી ખેતરે જતા રહ્યા હતા.

જો કે યુવતીએ પોતાના ભાઈને ફોન કરીને પિયરમાં તેડી જવા કહ્યું હતું. તેનો ભાઈ તેનો પિયરમાં લઈ ગયો હતો. તેના થોડા સમય બાદ સાસુ-સસરા વહુને લેવા માટે હિંમતનગર ગયા, પરંતુ તેણે આવવાની ના પાડી દીધી. તેના પછી યુવતીએ 23 સપ્ટેમ્બરે પોતાના મામાને તેની સાથે બનેલી ઘટના અંગે વાત કરતા પછી વડાલી પોલીસ સ્ટેશનમાં સસરા સામે ફરિયાદ નોંધાઈ હતી.

 

આ પણ વાંચોઃ Khalistani Terrorist/ ‘વર્લ્ડ કપની મેચમાં ખાલિસ્તાની ઝંડો ફરકાવીશું’

આ પણ વાંચોઃ Uttar Pradesh/ ડોક્ટરે ખોટું ઈન્જેક્શન ધરબી દેતા કિશોરીનું મોત, મૃતદેહને બહાર ફેંકી દીધો

આ પણ વાંચોઃ કાર્યવાહી/ PSI અને રાઇટરને સસ્પેન્ડ કરાતા પોલીસ બેડામાં ફફડાટ, કેમ કર્યા સસ્પેન્ડ?

આ પણ વાંચોઃ Amit Shah-Guj/ કેન્દ્રીય પ્રધાન અમિત શાહ ગુજરાતમાં, 1,700 કરોડના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ