Not Set/ અમને અમારા શહીદ ભાઈનો બદલો જોઈએ છે: શહીદ ઔરંગઝેબના ભાઈ

મારો પુત્ર મરી ગયો, પરંતુ લોકો પોતાના બાળકોને સેનામાં મોકલવાનું બંધ ના કરે. જો આવું કરશો તો દેશ માટે કોણ લડશે? આ શબ્દો, પોતાના 24 વર્ષીય પુત્ર ઔરંગઝેબની લાશની રાહમાં ઘરની પાસે એક ઝાડ નીચે બેઠેલા પિતા મોહમ્મદ હનીફના છે. રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન ઔરંગઝેબનું આતંકીઓએ અપહરણ કર્યા બાદ, ગુરુવારે હત્યા કરી હતી. પિતા હનીફે જણાવ્યું […]

Top Stories India
Untitled 8 અમને અમારા શહીદ ભાઈનો બદલો જોઈએ છે: શહીદ ઔરંગઝેબના ભાઈ

મારો પુત્ર મરી ગયો, પરંતુ લોકો પોતાના બાળકોને સેનામાં મોકલવાનું બંધ ના કરે. જો આવું કરશો તો દેશ માટે કોણ લડશે? આ શબ્દો, પોતાના 24 વર્ષીય પુત્ર ઔરંગઝેબની લાશની રાહમાં ઘરની પાસે એક ઝાડ નીચે બેઠેલા પિતા મોહમ્મદ હનીફના છે. રાષ્ટ્રીય રાઈફલ્સના જવાન ઔરંગઝેબનું આતંકીઓએ અપહરણ કર્યા બાદ, ગુરુવારે હત્યા કરી હતી. પિતા હનીફે જણાવ્યું કે ઔરંગઝેબ ઈદ મનાવવા માટે ઘરે આવી રહ્યો હતો અને આતંકીઓએ હત્યા કરી નાખી. 55 વર્ષીય પૂર્વ સૈનિકે કહ્યું કે તેઓ આ ઘટનાથી બિલકુલ નથી તૂટ્યા. એમણે કહ્યું કે મૃત્યુ તો એક દિવસ આવવાનું જ છે, મે મારા પુત્રને રાષ્ટ્ર સેવા માટે સેનામાં મોકલ્યો હતો. એક સૈનિકનું કામ હોય છે દુશ્મનને મારવાનું અથવા ખુદ મરી જવાનું.

વધુમાં કહ્યું હતું કે, મારા  પુત્રએ તેની પ્રતિજ્ઞાથી પાલન કર્યું, તેણે પોતાનું વચન રાખ્યું છે. તેણે પોતે રાષ્ટ્ર માટે બલિદાન કર્યું અને મને પાછા આવ્યા.  હું આતંકવાદને નાબૂદ કરવા માટે કેન્દ્રીય અને રાજ્ય સરકારોને વિનંતી કરું છું. શહીદ ઔરંગઝેબના પિતાનું મોદી સરકારને ૭૨ કલાકનું અલ્ટીમેટમ આપતા કહ્યું કે મારા પુત્રની હત્યા નો બદલો લો, નહીતો હું બદલો લઇશ

અમને અમારા શહીદ ભાઈનો બદલો જોઈએ છે: શહીદ ઔરંગઝેબના ભાઈ

 

હનીફ અને રાજબેગમના દસ બાળકોમાં ઔરંગઝેબ ચોથા નંબર પર હતો. હનીફનો સૌથી મોટો પુત્ર મોહમ્મદ કાસીમ સેનામાં છે. એમના બે નાના પુત્રો મોહમ્મદ તારીક અને  મોહમ્મદ શબીર સશસ્ત્ર દળોમાં શામેલ થવાની તૈયારી કરી રહ્યા છે. તારીકે લેખિત અને શારીરિક બંને પરીક્ષાઓ પાસ કરી લીધી છે અને 22 જુને પુનેમાં આયોજિત મેડીકલ ટેસ્ટની તૈયારી કરી રહ્યા છે. જયારે શબીરે મેડીકલ અને ફીઝીકલ ટેસ્ટ પાસ કરી લીધા છે અને લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. હનીફે જણાવ્યું કે એમનો પરિવાર સૈનિકોનો પરિવાર છે. હનીફે આગળ જણાવ્યું કે એમને સાડા ચાર વાગે જ આર્મી યુનિટ પાસેથી ખબર મળી ગઈ હતી કે ઔરંગઝેબનું અપહરણ થયું છે, ત્યારબાદ મધ્ય રાત્રીએ ખબર મળી કે આતંકીઓએ ઔરંગઝેબની હત્યા કરી દીધી છે.

Aurangzeb ANI અમને અમારા શહીદ ભાઈનો બદલો જોઈએ છે: શહીદ ઔરંગઝેબના ભાઈ

પરિવારે જણાવ્યું કે ઔરંગઝેબ બે મહિનાની રજા ખતમ કરીને મે મહિનામાં આર્મી કેમ્પ ગયા હતા. જયારે ઔરંગઝેબ ઘરે આવી રહ્યા  હતા, તો એમના મોટા ભાઈ પણ પુનેથી સાથે ઈદ મનાવવા ઘરે આવી રહ્યા હતા. પિતા હનીફે કહ્યું કે ગયા વર્ષે જયારે એ રજા પર ઘરે આવ્યા હતા, ત્યારે પણ ફેસબુક પર ધમકી મળી હતી. ત્યારે અમે કંપની કમાન્ડરને અનુરોધ કર્યો હતો કે ઔરંગઝેબને શોપિયામાં એકલા અને  સિવિલ ડ્રેસમાં જવાની પરવાનગી ના આપે. હવે સરકાર માટે એક્શન લેવાનો સમય છે, પરંતુ એ માટે દ્રઢઈચ્છાશકતીની જરૂર પડે છે.

આપને જણાવી દઈએ કે, હિઝબુલ કમાન્ડર સમીર ટાઈગર ને મારવા વાળા ગ્રુપ માં સામેલ હતા શહિદ ઔરંગઝેબ. હિઝબુલ કમાન્ડર નું  30 એપ્રિલે એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું.

શહીદ ઔરંગઝેબના ભાઈએ કહ્યું છે કે  અમને અમારા શહીદ ભાઈનો બદલો જોઈએ છે, જો તમે ના આપી શકો તો કહી દો, અમે જાતે લઇ  લઈશું.