મુંબઇ
ભારતીય સિનેમામાં ફિલ્મ ‘બાહુબલી‘નો બાપ કહેવામાં આવી રહેલ મુવી ‘2.0’નું ટીઝર 13 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે રિલીઝ કરવામાં આવી રહ્યું છે.આ ફિલ્મનું નિર્દેશન શંકર દ્રારા કરવામાં આવી રહ્યું છે.રોબોટ ઈંધીરનની આ સીક્વલ છેલ્લા 2 વર્ષથી ચર્ચામાં છવાયેલી છે.
2.0 ફિલ્મનું દરેક કામ ખુબ જ બારીકીથી કરવામાં આવી રહ્યું છે જેથી આ ફિલ્મને ભારતીય સિનેમાની સૌથી વિશ્વાસનીય સીન્સ વાળી મુવીના રૂપમાં યાદ રાખવામાં આવે.
જણાવીએ કે ફિલ્મ ‘2.0’ને તૈયાર કરવા અને તેમાં ભવ્યતા આપવા માટે દુનિયાભર માંથી આશરે 3000 જેટલા ટેક્નીશીયનોને દિવસ રાત કામે લગાવવામાં આવ્યા છે. ફિલ્મમાં પોસ્ટરથી લઈને ટીઝરને એ રીતે બનાવવાનો દાવો કરવામાં આવી રહ્યું છે કે જે ઇતિહાસમાં પહેલીવાર આવી ફિલ્મ બની હોય. જો કે સ્પેશિયલ ઇફેક્ટ્સના કારણે મુવી આશરે 10 મહિના લેટ થઇ ગઈ છે પરંતું હવે આ ફિલ્મ 29 નવેમ્બરના રોજ સિનેમાઘરો રિલીઝ કરવામાં આવી રહી છે.
જણાવીએ કે ફિલ્મનું ટ્રેલરને દિવાળી પર રિલીઝ કરવામાં આવશે અને ટીઝરને ગણેશ ચતુર્થી પર રિલીઝ કરવામાં આવશે.. ફિલ્મમાં રજનીકાંત તેમના જુના રોલમાં જોવા મળી રહ્યા છે. તો અક્ષય કુમાર વિચિત્ર ગેટઅપમાં વિલનના રોલમાં નજરે પડી રહ્યાં છે. રોબોટ મુવીમાં એશ્વર્યા રાય બચ્ચન જોવા મળી હતી પરંતુ આ વખતે એમી જૈક્સન નજરે પડશે. અક્ષય કુમાર જે ડોક્ટર રિચર્ડની ભૂમિકા કરી રહ્યા છે અને તેમનો ગેટ અપ એક રાક્ષસી કાગડા જેવું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે પહેલાથી જ આ ફિલ્મનું બજેટથી ભારતથી સૌથી મોંધી ફિલ્મ માનવામાં આવી રહી છે. તેનું બજેટ અત્યાર સુધી 500 કરોડથી પણ વધારે છે.
કહેવામાં આવી રહ્યું છે. કે ફિલ્મના બજેટમાં રૂ. 100 કરોડનો વધારાનો ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે. સુત્રોના કહ્યા મુજબ વિએફેએક્સ (VFX)નું કામ એક અમેરિકન કંપનીને સોપવામાં આવ્યું હતું. કંપની તેનું કામ પૂર્ણ કરે તે પહેલા તેના માલિકે પોતાને નાદાર જાહેર કરી દીધી. આ કારણે ‘2.0’ના નિર્મતાને 3ડી અને બીજી ઇફેક્ટ્સનું કામ પૂર્ણ કરવું પડ્યું. આ કારણસર આ વર્ષે વર્ષે શરૂઆતમાં આનારી ફિલ્મ હવે નવેમ્બરમાં રિલીઝ થશે. તમિલ અને તેલુગુના સાથે સાથે આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે અને ફિલ્મનું કરણ જોહર અને અનિલ થડાની (રવિના ટંડનના પિતા)ની કંપની રિલીઝ કરશે.
જુઓ વીડીયો..