થાઇલેન્ડની ગુફામાં ફસાયેલા ૧૨ બાળકો જે ફૂટબોલ પ્લેયર છે અને એમના કોચ ફસાયેલા છે અને ત્યાં એમના માટે ટકી રહેવું ઘણું
કઠીન છે. કારણકે ત્યાં આજુબાજુ પાણી અને કાદવ ભર્યા છે અને ઓક્સિજનનું સ્તર પણ નીચું છે. આવી મુશ્કેલીભરી સ્થિતિ માંથી
સૌને બચાવા રેસ્ક્યુ ટીમ લગાતાર પ્રયાસો કરી રહી છે પણ હજુ સુધી સફળતા હાથ લાગી નથી.
આ દરમ્યાન થાઈ નેવી સીલ્સ એ ગુફામાં ફસાઈ ગયેલા કોચ એક્કાપોલ ચાંટાવોંગ નો અંદર ફસાયેલા બાળકોના પેરેન્ટ્સ ને લખેલો
લેટર સાર્વજનિક કર્યો છે, જેમાં કોચ એ એમના અક્ષરે લખ્યું છે કે, પેરેન્ટ્સ ગભરાય નહિ .એ વાત સ્વાભાવિક છે કે ગુફામાં ફસાયેલા
લોકોમાં કોચ એક જ મોટી ઉમરના છે અને તેઓ છોકરાઓને હિમ્મત આપી રહ્યા છે અને એમ પણ કહ્યું કે , હું મારી જાન લગાવી
દઈશ છોકરાઓને બચાવવા માટે. હવે તમને થશે કે આ ચિઠ્ઠી મળી કેમ તો તમને જણાવી દઈએ કે આ લેટર ગુફામાં બાળકો સુધી
પહોચી ગયેલા ડ્રાઈવરને કોચ એ હાથોહાથ કરી હતી જે પાછળથી થાઈ નેવી સીલના ફેસબુક પેજ પર મુકવામાં આવી હતી.
બાળકોએ પણ પોતાના માતાપિતાને લેટર લખ્યા છે.
આ રેસ્ક્યુ ઓપરેશન ઘણું મુશ્કેલી ભર્યું છે આટલા પ્રયત્નો છતાં અંદર ફસાયેલી ‘વાઈલ્ડ બોર’ અન્ડર ૧૬ ની ફૂટબોલ ટીમના ૧૨
પ્લેયર અને એમના કોચને બહાર લાવી શકાયા નથી. દુનિયાભરની નજર હવે આ રેસ્ક્યુ ઓપરેશન પર મંડાઈ છે એવામાં આ
મુહિમમાં સ્વેચ્છાએ જોડાયેલા પૂર્વ નેવી કુનોન્ત નું મૃત્યુ ઓક્સીજન ની ખામીના કારણે થયું છે.
ખરાબ મોસમ અને ઓક્સીજન ની ખામી ને કારણે કામ રોકવું પડ્યું હતું અને હવે ટીમ ગુફાની અંદર પાઈપ નાખવાનું વિચારી રહી
છે જેથી ગુફાની અંદર ઓક્સીજન નું સ્તર જળવાઈ રહે અને રેસ્ક્યુ ટીમ બાળકો અને કોચ સુધી પહોચે ત્યાં સુધી તેઓ
ઓક્સિજનની ખામીના કારણે મૃત્યુ ન પામે. તમને જણાવી દઈએ કે આ ફૂટબોલ ટીમ અને એમના કોચ ૨૩ તારીખથી ગાયબ હતા
અને જયારે હવે આ ઘટના બધાની નજરમાં આવી છે ત્યારે સૌ કોઈ મદદ માટે આવી પહોચ્યું છે.
એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદના કારણે ૧૨ પ્લેયર અને કોચ એ ગુફામાં આશરો લીધો હશે પણ ત્યારબાદ
ગુફાનો પ્રવેશદ્વાર બંધ થઇ ગયો હતો અને હવે ત્યાં થી એમણે બહાર સહી સલામત લાવવા માટે ભારે મહેનત કરવામાં આવી રહી
છે. ગુફાની અંદરથી પાણી બહાર કાઢવાના પ્રયત્નો ચાલે છે પરંતુ હજી ત્યાં મોસમ વિભાગએ ભારે વરસાદ ની આગાહી કરી છે.
રેસ્ક્યુ ટીમના પ્રયત્નો સફળ થાય અને અંદર ફસાયેલા બધાજ ફૂટબોલ પ્લેયર્સ અને એમના કોચનો જીવ બચી જાય એવી આશા
રખાય રહી છે અને આ બાળકો માટે હાલમા ચાલી રહેલા ફીફા વલ્ડકપ માટે ફીફાના અધ્યક્ષે , રૂસમાં ૧૫ જુલાઈ એ રમાનારી
ફાઈનલ મેચ જોવા માટે આ બાળકોને નિમંત્રણ અપાયું છે.