Video/ ક્રિકેટરના ડ્રેસમાં બેટ સાથે નજર આવ્યા કાર્તિક આર્યન, ફેંસે કહ્યું, ” મારો ફીવરીટ પ્લેયર, જુઓ આ વીડિયો

આ વીડિયોમાં કાર્તિક આર્યન ક્રિકેટરના ડ્રેસમાં, હાથમાં બેટ પકડીને જબરદસ્ત રીતે ક્રિકેટ રમતા જોવા મળે છે.

Trending Entertainment
કાર્તિક આર્યન

કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર તેના ફેન્સ સાથે ફની પોસ્ટ શેર કરતો જોવા મળે છે. કાર્તિકની દરેક પોસ્ટ પર તેના ચાહકો પણ તેના પ્રેમની વર્ષા કરે છે. આ ક્રમમાં કાર્તિક આર્યનની એક લેટેસ્ટ પોસ્ટ સામે આવી છે, જેમાં તે ક્રિકેટના મેદાનમાં ક્રિકેટ રમતા જોવા મળે છે. આ વીડિયોમાં કાર્તિક આર્યન ક્રિકેટરના ડ્રેસમાં, હાથમાં બેટ પકડીને જબરદસ્ત રીતે ક્રિકેટ રમતા જોવા મળે છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં જોરદાર કોમેન્ટ્રી પણ સંભળાઈ રહી છે.

આ પણ વાંચો :કરિશ્મા તન્ના એક એપિસોડ માટે લે છે લાખો રૂપિયા, જાણો કેટલી છે નેટવર્થ-કાર કલેક્શન

કાર્તિક આર્યને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આને શેર કરતા, અભિનેતાએ તેના કેપ્શ ‘Coming soon’ લખ્યું છે. આ વીડિયોમાં કાર્તિક આર્યન ક્રિકેટર જેવો દેખાઈ રહ્યો છે. કાર્તિક દ્વારા આ વીડિયો શેર કર્યા બાદ ચાહકો મૂંઝવણમાં છે અને તે જાણવા માંગે છે કે તેણે આ વીડિયો શા માટે શેર કર્યો છે. શું કાર્તિક આ વીડિયો દ્વારા તેની આવનારી કોઈપણ મૂવી વિશે સંકેત આપી રહ્યો છે? વેલ, મામલો જે પણ હોય, લોકો એક્ટરનો આ નવો વીડિયો ઘણો પસંદ કરી રહ્યા છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :બોડી શેમિંગનો શિકાર બની ચૂકી છે આ અભિનેત્રી, કહ્યું, લોકો પાતળી બોલીને…

ફેન્સથી લઈને સેલેબ્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘એક્ટિંગ છોડીને ક્રિકેટમાં કરિયર શરૂ કર્યું’. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, ‘ક્રિકેટર કાર્તિક આર્યન’. અન્ય યુઝરે લખ્યું, ‘મારો ફેવરિટ પ્લેયર’. નોંધનીય છે કે કાર્તિક આર્યન છેલ્લે મૃણાલ ઠાકુર સાથે ફિલ્મ ‘ધમાકા’માં જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :વર્ષ 2021 માં આ સ્ટાર્સે સાત જન્મો સુધી સાથ નિભાવવાની ખાધી કસમ

આ પણ વાંચો :આ સિંગરે તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર શેર કર્યા ટોપલેશ Photos

આ પણ વાંચો :અતરંગી રેમાંથી ધનુષે ગાયેલું લિટલ લિટલ સોંગ રિલીઝ, અક્ષય-સારા પણ મળ્યા જોવા

આ પણ વાંચો :ક્રિકેટથી દૂર રવિ શાસ્ત્રી રસોડામાં શું રાંધી રહ્યા છે? જુઓ Video