રેસીપી/ શિયાળામાં આ રીતે બનાવો ચટપટું આખા લસણનું શાક..

આપણે લસણ રસોઈમાં તો વાપરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તેનું ટેસ્ટી શાક પણ બની શકે? ગુજરાત અને રાજસ્થાનમાં લસણનું શાક ઘણી જગ્યાએ બને છે

Food Lifestyle
lasan શિયાળામાં આ રીતે બનાવો ચટપટું આખા લસણનું શાક..

આપણે લસણ રસોઈમાં તો વાપરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તેનું ટેસ્ટી શાક પણ બની શકે? ગુજરાત અને રાજસ્થાનમાં લસણનું શાક ઘણી જગ્યાએ બને છે. જો ઘરમાં બધાને લસણ ભાવતુ હોય તો આ રેસિપી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે.

સામગ્રી

250 ગ્રામ લસણ, અડધી ચમચી હળદર, 1 ચમચી મીઠું, પા ચમચી જીરુ, પા ચમચી રાઈ, 3 લીલા મરચાં, 1 ટેબલ સ્પૂન છીણેલુ લસણ, 1 ટેબલ સ્પૂન છીણેલુ આદુ, અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી, 2 ચપટી હીંગ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચુ, 2 નંગ ટમેટાની પ્યુરી, અડધી ચમચી નમકીનનો પાવડર, 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 1 ચમચી ધાણાજીરુ, અડધી ચમચી પાંવભાજી મસાલો, અડધો કપ પાણી,

રીત

લસણને બરાબર સાફ કરી લો. તેની ઉપરથી ફોંતરા કાઢી નાંખો. કળી છૂટી નથી પાડવાની. લસણની કળીને પાણીમાં નાંખીને બરોબર ધોઇ નાંખો. ધોયા પછી લસણમાં થોડું મીઠુ અને હળદર છાંટી દો. હવે ઈડલી કૂકરમાં તેને મૂકીને 12થી15 મિનિટ સુધી સ્ટીમ કરી લો. સાદા કૂકરમાં પણ તમે લસણને સ્ટીમ કરી શકો છો.

લસણને સ્ટીમ કર્યા પછી, એક કડાઈમાં તેલ નાંખી ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ નાંખો. પછી રાઈ, જીરુ, લસણ-આદુ, લીલા મરાચા અને ડુંગળી નાંખીને સાંતળો. ડુંગળી બ્રાઉન થવા માંડે ત્યારે તેલમાં હળદર નાંખો. હળદર પછી કાશ્મીરી મરચું નાંખો. ત્યાર પછી તેમાં ટમેટાની પ્યુરી નાંખો. અને મીઠુ નાંખી ગ્રેવીને બરોબર રીતે ચઢવા દો. 8-10 મિનિટમાં ગ્રેવી ચડી જાય એટલે તેમાં નમકીન પાવડર, સ્ટીમ કરેલુ લસણ અને અડધો કપ પાણી નાંખીને બરાબર મિક્સ કરી લો. ઢાંકીને પાંચ મિનિટ ધીમી આંચ પર ચઢાવો અને છેલ્લે કોથમીર, ધાણાજીરુ અને પાવભાજી મસાલો નાંખી વ્યવસ્થિત મિક્સ કરી ઉતારી લો

લસણના શાકને તમે રોટલી કે ભાત સાથે ખાઈ શકો છો. બાજરીના રોટલા કે મકાઈની રોટલી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે.